બોલિવૂડ પ્રોડ્યુસર વાસુ ભગનાની લંડનની હોસ્પિટલમાં દાખલ: દરોડા પછી તબિયત બગડતા બોલિવૂડમાં ખળભળાટ

રકુલ પ્રીત સિંહના સસરા અને જેકી ભગનાનીના પિતા વાસુ ભગનાની પર આઈટી એટલે કે ઈનકમ ટેક્સનો શિકંજો કસાયો હતો. વાસુ ભગનાની પર વિદેશ પૈસા મોકલવાનો આરોપ છે. આઈટીના દરોડા બાદ વાસુ ભગનાનીની તબિયત લથડી હોવાના સમાચાર આવી રહ્યા છે. તેમને લંડનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હજી સુધી ફિલ્મમેકરને શું થયું છે તેનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.
વાસુ ભગનાનીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યારે મુંબઈ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં જ તેમની સાથે જોડાયેલા 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સ્થળોમાં તેમની પુત્રવધૂ અને એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાથે જોડાયેલા સ્થળોની સાથે-સાથે પેનોરમા સ્ટુડિયો પણ સામેલ હતો.
વાસુ ભગનાનીના સ્થળો પર પડ્યા આઈટીના દરોડા
રિપોર્ટ્સ અનુસાર, ઈનકમ ટેક્સ અધિકારીઓ ફિલ્મ પ્રોડક્શન અને તેની સાથે જોડાયેલા ખર્ચ માટે કથિત રીતે વિદેશમાં કરવામાં આવેલા વ્યવહારોની તપાસ કરી રહ્યા છે. જોકે, આ કથિત લેવડ-દેવડની પૂરી જાણકારી કે તેમાં સામેલ રકમને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પણ હજી સુધી કોઈ પણ પ્રકારની ટેક્સ ગડબડીની પુષ્ટિ કરી નથી. એવામાં તપાસને લઈને હાલ ઘણી માહિતીઓ સામે આવવાની બાકી છે.
વાસુ ભગનાનીએ પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવી ઘણી ફિલ્મો
હવે જો જેકી ભગનાીના પિતા વાસુ ભગનાણીની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેમના પ્રોડક્શન હાઉસનું નામ પૂજા એન્ટરટેઈનમેન્ટ છે. આ પ્રોડક્શન હાઉસ વાશુએ પોતાની પત્નીના નામ પર શરૂ કર્યું હતું. આ બેનર હેઠળ તેમણે ઘણી ફિલ્મો બનાવી છે. વાસુ ભગનાનીએ કૂલી નંબર 1, બેલ બોટમ, બડે મિયાં છોટે મિયાં, સરબજીત, પ્યાર કિયા તો ડરના ક્યા, બીવી નંબર 1 જેવી ફિલ્મોને પ્રોડ્યુસ કરી છે.
જેકી ભગનાનીએ ફરાહ ખાનના વ્લોગમાં ખુલાસો કર્યો હતો કે બડે મિયાં છોટે મિયાં અને બેલ બોટમ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થવાના કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યાં સુધી કે વાસુ ભગનાનીને પોતાની ઓફિસનો એક હિસ્સો પણ વેચવો પડ્યો હતો.

