Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Arijit Singh is going to create history in world, will perform concert at famous stadium in London

અરિજીત સિંહ દુનિયાભરમાં રચવા જઈ રહ્યો છે ઇતિહાસ, લંડનના પ્રખ્યાત સ્ટેડિયમમાં કરશે કોન્સર્ટ

Timeછેલ્લું અપડેટ : 28 May 2025
લાઇવ ટીવીGoogle News
અરિજીત સિંહ દુનિયાભરમાં રચવા જઈ રહ્યો છે ઇતિહાસ, લંડનના પ્રખ્યાત સ્ટેડિયમમાં કરશે કોન્સર્ટ

પોપ્યુલર સિંગર અરિજીત સિંહ દુનિયાભરમાં ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. 5 સપ્ટેમ્બરે તેઓ બ્રિટનના ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. અરિજિત સિંહ આ વર્ષે લંડનના પ્રખ્યાત સ્ટેડિયમમાં નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. હોટસ્પર સ્ટેડિયમમાં મોસ્ટ અવેટેડ સંગીત કાર્યક્રમમાં પોતાનો અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરશે. 

App Store

આ કાર્યક્રમ અરિજિતનો આ વર્ષનો પહેલો યુરોપિયન કાર્યક્રમ હશે, જે હવે સૌથી વધુ રાહ જોવાતી સંગીત કાર્યક્રમ બની ગયો છે. આ સમાચાર આવ્યા બાદ તેમના ચાહકોમાં આનંદની  લહેર ફેલાઈ ગઈ છે. લંડનમાં રહેતા તેમના ચાહકો હવે આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિંગરના લંડનના આ કોન્સર્ટ માટે 6 જૂન 2025 ના બપોર પછીથી બુકિંગ શરુ થવાનું છે.

'હું એક સામાન્ય માણસ છું જે ગીતો ગાય છે, 

આ કોન્સર્ટ પર મીડિયા સાથે વાત કરતા ગાયકે કહ્યું- 'હું એક સામાન્ય માણસ છું જે ગીતો ગાય છે, હું આ તક માટે ખૂબ જ નમ્ર અનુભવું છું કે હું ફરી એકવાર લંડનમાં મારા ગીતો રજૂ કરીશ, જો આનો અર્થ ઇતિહાસ રચવાનો છે તો હું તેના માટે આભારી છું.'

વર્ષ 2024 માં, ગાયકે લંડનમાં O2 એરેના શોમાં ભાગ લીધો હતો જેણે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી, તેણે બ્રિટિશ પોપ ગાયક ED શીરન સાથે સ્ટેજ શેર કર્યો હતો.લાઈવ નેશનના અહેવાલ મુજબ, અરિજિત સ્પોટાઇફ પર વિશ્વભરમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ગાયક બન્યા છે. તેમના લગભગ 140 મિલિયન ફોલોઅર્સ છે.

આ સાથે, અરિજિત સિંહ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ હિન્દી ગાયક બન્યા છે. આ કિસ્સામાં, તેમણે પ્રખ્યાત સેલિબ્રિટી ટેલર સ્વિફ્ટ, ED શીરન અને એરિયાના ગ્રાન્ડેને પાછળ છોડી દીધા છે.