મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Birthday Special / પહેલી ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 25 હજાર રૂપિયા, હવે કરોડોમાં કમાણી કરે છે એઆર રહેમાન

ભારતીય સિનેમાના લોકપ્રિય મ્યુઝિક ડાયરેક્ટર એઆર રહેમાન દેશને દુનિયાભરમાં પ્રખ્યાત કરી ચૂક્યા છે. રહેમાન એક

Birthday Special / પહેલી ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 25 હજાર રૂપિયા, હવે કરોડોમાં કમાણી કરે છે એઆર રહેમાન

ભારતીય સિનેમાના લોકપ્રિય મ્યુઝિક ડાયરેક્ટર એઆર રહેમાન દેશને દુનિયાભરમાં પ્રખ્યાત કરી ચૂક્યા છે. રહેમાન એક એવા સંગીતકાર છે જેમને દરેક પ્રેમ કરે છે અને તેમની મહેનત તેમના સંગીતમાં દેખાય છે. રહેમાનના કેટલાક પ્રખ્યાત ગીતો છે જે ખૂબ જ લોકપ્રિય છે અને દરેકને તે સાંભળવા ગમે છે. તમને એક વાત જાણીને નવાઈ લાગશે કે તેમની પ્રથમ સેલેરી માત્ર 25 હજાર રૂપિયા હતી.

આ પણ વાંચો: 'પુષ્પા 2'એ 32મા દિવસે રચ્યો ઈતિહાસ, 1200 કરોડને પાર કરનાર પ્રથમ ફિલ્મ બની

એઆર રહેમાન આજે તેમનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આ અવસર પર અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી રહ્યા છે જે બધા ફેન્સ જાણવા માંગશે. આવો તમને જણાવીએ કે એઆર રહેમાને હજારથી કરોડો સુધીની સફર કેવી રીતે કરી.

એઆર રહેમાનની શરૂઆતની કારકિર્દી

તમિલનાડુમાં 6 જાન્યુઆરી 1967ના રોજ જન્મેલા દિલીપ કુમાર રાજગોપાલાએ પછીથી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો અને તેનું નામ અલ્લાહ રખા ખાન એટલે કે એઆર રહેમાન પડ્યું. રહેમાને માત્ર 4 વર્ષની ઉંમરે પિયાનો વગાડવાનું શરૂ કર્યું હતું. રહેમાન પર નાની ઉંમરમાં જ પરિવારની જવાબદારી આવી ગઈ હતી, તેથી તેણે અભ્યાસની સાથે સંગીત પર પણ સખત મહેનત કરી. શરૂઆતના સમયમાં રહેમાન ડોક્યુમેન્ટ્રી અને જિંગલ્સ માટે મ્યુઝિક  કંપોઝ કરતા હતા. સાઉથના લોકપ્રિય નિર્દેશક મણિરત્નમે એઆર રહેમાનને ફિલ્મમાં પ્રથમ તક આપી. રહેમાને ફિલ્મ 'રોજા' (1992)નું મ્યુઝિક આપ્યું હતું અને તેના તમામ ગીતો સુપરહિટ રહ્યા હતા. આ માટે મણિરત્નમે તેમને 25 હજાર રૂપિયા ફી આપી હતી.

એઆર રહેમાનની સિદ્ધિઓ

2009માં, એઆર રહેમાનને ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' માટે બે ઓસ્કાર મળ્યા હતા. એક બેસ્ટ મ્યુઝિક માટે અને બીજું 'જય હો' ગીત માટે. આ ફિલ્મ માટે તેને ગોલ્ડન ગ્લોબ, બાફ્ટા અને બે ગ્રેમી એવોર્ડ પણ મળ્યા હતા. 2010માં, રહેમાનને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે દેશનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. અગાઉ 2000માં રહેમાનને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. કેનેડાના માર્કહામ શહેરમાં એઆર રહેમાનના નામે બે રસ્તાઓ ‘અલ્લાહ રખા રહેમાન સ્ટ્રીટ’ (2013) અને ‘એઆર રહેમાન સ્ટ્રીટ’ (2017) બનાવવામાં આવ્યા છે.

એઆર રહેમાન કેટલી કમાણી કરે છે?

એઆર રહેમાનને પહેલી ફિલ્મ માટે માત્ર 25 હજાર રૂપિયા મળ્યા જ્યારે તેમના તમામ ગીતો યાદગાર બની ગયા. પરંતુ હવે રહેમાનની કમાણી કરોડોમાં પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં એઆર રહેમાનને ભારતીય સિનેમાના સૌથી મોંઘા સંગીતકાર માનવામાં આવે છે જે હવે એક ફિલ્મ માટે 8થી 10 કરોડ રૂપિયા લે છે. તે જ સમયે, એક ગીત ગાવા માટે લગભગ 3 કરોડ રૂપિયાની ફી લે છે અને લાઈવ શોમાં 1 કલાકનું પરફોર્મન્સ આપવા માટે 1થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

આ સમાચાર શેર કરો