Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Anil Kapoor buys rights to his cult film, sequel expected after 26 years

અનિલ કપૂરે પોતાની કલ્ટ ફિલ્મના રાઈટ્સ ખરીદ્યા, 26 વર્ષ બાદ સિક્વલ બને તેવી ધારણા

Timeછેલ્લું અપડેટ : 05 Jan 2026
લાઇવ ટીવીGoogle News
અનિલ કપૂરે પોતાની કલ્ટ ફિલ્મના રાઈટ્સ ખરીદ્યા, 26 વર્ષ બાદ સિક્વલ બને તેવી ધારણા
સોર્સ : GSTV

મુંબઈ: અનિલ કપૂરે તેની લોકપ્રિય ફિલ્મ 'નાયક'ના રાઈટ્સ ખરીદી લીધા છે. આથી તે આ મૂળ ફિલ્મની સિકવલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો હોવાની ધારણા વ્યક્ત થઈ રહી છે. હવે આ અંગે સત્તાવાર ઘોષણાની રાહ જોવાય છે. 

App Store

'નાયક' ફિલ્મ પણ મૂળ એક તમિલ ફિલ્મની જ રિમેક હતી. આ ફિલ્મમાં એક પત્રકારને એક દિવસ માટે રાજ્યના સીએમ બનવાની તક મળે છે તેવી સ્ટોરી હતી.  ફિલ્મમાં અનિલ કપૂર ઉપરાંત અમરીશ પૂરીનો અભિનય પણ બહુ વખણાયો હતો. રાણી મુખર્જી અને પરેશ રાવલ સહિતના કલાકારોએ ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી. 

અનિલની આ ફિલ્મને લગતાં રાજકીય મીમ્સ પણ બહુ લોકપ્રિય છે. કદાચ તેના કારણે જ અનિલ કપૂરે આ ફિલ્મની સિકવલ બનાવવાની સંભાવના પારખી છે. આ ફિલ્મ મૂળ એ.એસ. રત્નમે પ્રોડયૂસ કરી હતી. 

પરંતુ હાલ તેના રાઈટ્સ 'સનમ તેરી કસમ' સહિતની ફિલ્મો બનાવનારા દીપક મુકુટ પાસે હતા. અનિલે હવે તેમની પાસેથી આ રાઈટ્સ ખરીદી લીધા છે.