બ્રેડ પિટ અને એન્જેલિના જોલીના થયા ડિવોર્સ, 8 વર્ષ સુધી ચાલ્યો કાનૂની વિવાદ
હોલિવૂડ સ્ટાર્સ બ્રેડ પિટ અને એન્જેલિના જોલીના આઠ વર્ષના કાનૂની સંઘર્ષ પછી સત્તાવાર રીતે ડિ

હોલિવૂડ સ્ટાર્સ બ્રેડ પિટ અને એન્જેલિના જોલીના આઠ વર્ષના કાનૂની સંઘર્ષ પછી સત્તાવાર રીતે ડિવોર્સ થયા છે. રિપોર્ટ અનુસાર, ભૂતપૂર્વ કપલે 30 ડિસેમ્બરે તેમના ડિવોર્સની અંતિમ શરતો પર સાઈન કરી હતી.
આ પણ વાંચો: Year Ender 2024: ઐશ્વર્યાના છૂટાછેડાની અફવાથી લઈ અલ્લુ અર્જુનની ધરપકડ સુધી, જાણો આ વર્ષના સિનેમા જગતના 6 મોટા વિવાદ
એન્જેલીનાના વકીલ જેમ્સ સિમોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આઠ વર્ષ પહેલાં, એન્જેલીનાએ પિટથી ડિવોર્સ માટે અરજી કરી હતી. તેણે અને બાળકોએ પિટ સાથે શેર કરેલી તમામ મિલકતો છોડી દીધી, અને તે સમયથી તેણે તેમના પરિવાર માટે શાંતિ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”
8 વર્ષ પહેલા શરૂ થયેલી લાંબી પ્રક્રિયાનો માત્ર એક ભાગ
તેમણે ઉમેર્યું, “આ આઠ વર્ષ પહેલા શરૂ થયેલી લાંબી પ્રક્રિયાનો માત્ર એક ભાગ છે. સાચું કહું તો, એન્જેલીના થાકી ગઈ છે, પરંતુ તેને રાહત છે કે આ એક ભાગ પૂરો થઈ ગયો છે.” જોકે, સિમોને કહ્યું હતું કે ડિવોર્સ ચાલી રહેલી કાનૂની પ્રક્રિયામાં માત્ર એક પ્રકરણ છે.
સમાધાનના ભાગરૂપે, પિટ અને જોલીએ 10થી 15 દિવસ સુધી ચાલતી જ્યુરી ટ્રાયલની વિનંતી કરી છે. બાકી રહેલા વિવાદોના ઉકેલ માટે તેઓ મધ્યસ્થી સત્રમાં હાજરી આપવા પણ સંમત થયા છે.
2016માં ખાનગી વિમાનમાં કથિત ઝઘડા પછી હેડલાઇન્સ બનવા લાગી હતી. અહેવાલો સામે આવ્યા છે કે ઘટના દરમિયાન પિટે તેના બાળકો અને જોલી સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
એન્જેલીના જોલી અને બ્રેડ પિટ
શરૂઆતમાં અનામી રીતે દાખલ કરવામાં આવેલ મુકદ્દમામાં 2022માં બ્રેડ પિટ અને એન્જેલીના જોલી સામેલ હોવાનું સામે આવ્યું. એપ્રિલમાં, જોલીની કાનૂની ટીમે પીટ પર 2016ની ઘટના પહેલા શારીરિક શોષણના અગાઉના દાખલાઓનો આરોપ લગાવ્યો હતો. ફાઈલિંગમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બ્રેડ પિટે જોલીને તેના ચટેઉ મિરાવલ વાઈનરીનો હિસ્સો વેચવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો સિવાય કે તે એનડીએ પર સાઈન કે જે તેની સાથે થયેલા દુર્વ્યવહારની જાહેરમાં ચર્ચા કરવા પર પ્રતિબંધ લગાવે છે. જોકે, બ્રેડ પિટ અને એન્જેલીના જોલી વચ્ચે કસ્ટડી અને મિલકતના વિવાદો જેવા મુદ્દાઓ પર કાનૂની લડાઈ ચાલુ છે.








