મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

હોલિવૂડના આ હેન્ડસમ હંકને ડેટ કરી રહી છે અનન્યા પાંડે, બોયફ્રેન્ડે ખુલ્લેઆમ પોસ્ટમાં લખ્યું...

બોલિવૂડની યુવા અભિનેત્રી અનન્યા પાંડે તેની ફિલ્મોની સાથે તેના અંગત જીવનને લઈને ઘણી વાર ચર્ચા રહેતી હોય

હોલિવૂડના આ હેન્ડસમ હંકને ડેટ કરી રહી છે અનન્યા પાંડે, બોયફ્રેન્ડે ખુલ્લેઆમ પોસ્ટમાં લખ્યું...

બોલિવૂડની યુવા અભિનેત્રી અનન્યા પાંડે તેની ફિલ્મોની સાથે તેના અંગત જીવનને લઈને ઘણી વાર ચર્ચા રહેતી હોય છે. હવે ફરી એકવાર અનન્યા ટ્રેન્ડમાં છે. અનન્યા પાંડે લાંબા સમયથી અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે રિલેશનશિપમાં હતી. બંને વચ્ચે 13 વર્ષનું અંતર ઘણીવાર ચર્ચાનો વિષય બન્યું હતું. જોકે, હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

આ પણ વાંચોઃ દિગ્ગજ અભિનેતા ફારુખ શેખની પત્ની રૂપા જૈનનું નિધન, 11 વર્ષ પહેલા પતિએ કહ્યું હતું દુનિયાને અલવિદા

હવે અનન્યા પાંડેના જીવનમાં એક નવા વ્યક્તિની એન્ટ્રી થઈ છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, અનન્યા વિદેશી મોડલ વોકર બ્લેન્કોને ડેટ કરી રહી છે. હવે વોકર બ્લેન્કોએ પોતે અનન્યા પાંડે પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. અનન્યા પાંડે આજે પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. આ સ્થિતિમાં વોકરે તેના નામે એક રોમેન્ટિક પોસ્ટ લખી છે.

બ્લેન્કોએ અનન્યા પાંડેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અને તેણે લખ્યું હતું કે, 'હેપ્પી બર્થડે બ્યુટીફુલ. તું ખૂબ જ ખાસ છો. આઈ લવ યુ એની.' વોકર બ્લેન્કો વ્યવસાયે મોડલ છે. આ ઉપરાંત તે અંબાણી પરિવાર માટે જામનગરમાં તેમના વનતારા એનિમલ પાર્કમાં પણ કામ કરે છે. તે પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. અનન્યા પાંડે અને વોકર બ્લેન્કોની મુલાકાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દરમિયાન થઈ હતી. હવે આ કપલ રિલેશનશિપમાં છે. વોકરની આ પોસ્ટને તેમના સંબંધોની પુષ્ટિ માનવામાં આવી રહી છે.

આ ફિલ્મોમાં જોવા મળી હતી અનન્યા પાંડે

અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેણે 2019માં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ સાથે તેના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘પતિ પત્ની ઔર વો’માં જોવા મળી હતી. તેણે ‘ખાલી પીલી’, ‘ગહરાઇયાં’, ‘લાઇગર’, ‘ડ્રીમ ગર્લ 2’, ‘ખો ગયે હમ કહાં’, ‘CTRL’ જેવી ફિલ્મો કરી છે. તે ‘કોલ મી બે’ વેબ સીરિઝમાં પણ જોવા મળી હતી. અનન્યા ધીરે-ધીરે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. તેણે વેબ સીરિઝ ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’માં પણ મહેમાનની ભૂમિકા ભજવી હતી.

આ સમાચાર શેર કરો