મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

હવે લંડનમાં થશે અનંત અને રાધિકાના લગ્નનું સેલિબ્રેશન, 2 મહિના માટે 7 સ્ટાર હોટલ થઈ બુક

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી હજુ પૂ

હવે લંડનમાં થશે અનંત અને રાધિકાના લગ્નનું સેલિબ્રેશન, 2 મહિના માટે 7 સ્ટાર હોટલ થઈ બુક

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી હજુ પૂરી થઈ નથી! હા, એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે તેમના નાના દીકરા અનંત અને પુત્રવધૂ રાધિકા માટે લંડનમાં ભવ્ય સેલિબ્રેશનની તૈયારી કરી રહ્યા છે. આ માટે લક્ઝરી 7 સ્ટાર સ્ટોક પાર્ક હોટલ ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીના બે મહિના માટે બુક કરવામાં આવી છે. ફરી એકવાર, હોલિવૂડ અને બોલિવૂડ સ્ટાર્સ, વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકીય હસ્તીઓ અને બ્રિટિશ રાજવી પરિવાર પણ આ ઉજવણીમાં ભાગ લે તેવી શક્યતા છે. એક અહેવાલ મુજબ, મુકેશ અંબાણીએ સપ્ટેમ્બર સુધી 7 સ્ટાર સ્ટોક પાર્ક હોટલ બુક કરાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ સ્ટાર્સની સાથે પ્રિન્સ હેરી અને પૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જોનસન લગ્ન પછીની ઉજવણીમાં હાજરી આપી શકે છે.

મુકેશ અંબાણીએ 2021માં લીઝ પર લીધી હતી પ્રોપર્ટી 

અંબાણી પરિવારે સેલિબ્રેશન માટે જે સ્ટોક પાર્ક એસ્ટેટને પસંદ કરેલ છે તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 2021માં 57 મિલિયન પાઉન્ડમાં લીઝ પર લીધી હતી. આ પછી તરત જ 300 એકરની આ એસ્ટેટમાં નવીનીકરણનું કામ શરૂ થયું. લંડનની બહાર બકિંગહામશાયરમાં આવેલી સ્ટોક પાર્ક એસ્ટેટમાં હવેલી, ગોલ્ફ કોર્સ અને ટેનિસ કોર્ટનો સમાવેશ થાય છે.

અનંત-રાધિકાએ 12મી જુલાઈએ મુંબઈમાં લીધા હતા સાત ફેરા

અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ મુંબઈમાં પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. આ પછી ત્રણ દિવસ સુધી રિસેપ્શન પાર્ટી ચાલી હતી. આ પહેલા જામનગરમાં અને પછી ક્રુઝમાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું. એવું માનવામાં આવે છે કે, આ ભવ્ય લગ્નમાં અંબાણી પરિવારે 500 મિલિયન ડોલર સુધીનો ખર્ચ કર્યો છે.

ક્લબ, ગોલ્ફ કોર્સ સામાન્ય લોકો માટે બે મહિના બંધ રહેશે

બ્રિટિશ અખબારમાં જણાવવામાં આવ્યું છે કે, લંડનમાં સ્થિત આ સ્ટોક પાર્ક હોટલ લાંબા સમયથી સામાન્ય લોકો માટે બંધ છે. પરંતુ અંબાણી પરિવારના સભ્યો માટે ખુલ્લું રહ્યું છે. હવે મુકેશ અંબાણીએ બે મહિના માટે હોટલ બુક કરાવી છે. આવી સ્થિતિમાં, એસ્ટેટની ગોલ્ફ કોર્સ ક્લબના લગભગ 850 સભ્યોને સપ્ટેમ્બર સુધી ક્લબથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

સ્ટોક પાર્ક એસ્ટેટની આસપાસ સુરક્ષા વધારવામાં આવી

અંબાણી પરિવારની આ ઉજવણીને ધ્યાનમાં રાખીને સ્ટોક પાર્ક એસ્ટેટ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દેખીતી રીતે હોટલમાં બે મહિના સુધી ઘણી ઉજવણી થશે, જેમાં બોરિસ જોનસન, ટોની બ્લેયર, ચેરી બ્લેયર અને પ્રિન્સ હેરી જેવી હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં સુરક્ષાથી લઈને બંદોબસ્ત સુધીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો