મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

1 લાખ રૂપિયા, મંગળસૂત્ર, વીંટી સહિત અંબાણી પરિવારે લગ્નમાં 50 કપલને શું આપ્યું? જાણો

હાલ અંબાણી પરિવારમાં અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અનંત અને

1 લાખ રૂપિયા, મંગળસૂત્ર, વીંટી સહિત અંબાણી પરિવારે લગ્નમાં 50 કપલને શું આપ્યું? જાણો

હાલ અંબાણી પરિવારમાં અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા અંબાણી પરિવારે મંગળવારે પાલઘરના 50 અંડરપ્રિવલેજ કપલના લગ્ન કરાવ્યા હતા. આ કાર્યક્રમ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે યોજાયો હતો. આ દરમિયાન લગભગ 800 લોકોએ ભાગ લીધો હતો. સમૂહ લગ્ન સમારોહમાં વર-કન્યાના પરિવારો ઉપરાંત સામાજિક કાર્યકરો અને સામુદાયિક સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન અંબાણી પરિવારની સાદગી અને રીતરિવાજો પ્રત્યે તેમની નિષ્ઠા જોવા મળી હતી.

આનંદ પિરામલ સાથે પહોંચી ઈશા અંબાણી

અંબાણી પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઉપરાંત દીરો આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા અંબાણીએ હાજરી આપી હતી. આ વખતે ઈશા અંબાણીએ પતિ આનંદ પિરામલ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વાયરલ થઈ રહેલા કાર્યક્રમના વીડિયોમાં જોઈ શકાય છે કે, ઈશાએ પણ પૂજામાં ભાગ લીધો હતો અને કપલ્સને લગ્નની શુભકામનાઓ પાઠવી હતી. આ ક્ષણ અંબાણી પરિવાર માટે ખાસ હતી. આ દરમિયાન નીતા અંબાણીએ નવવધૂઓને આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન લગ્ન કરનાર દરેક કપલને ભેટ પણ આપવામાં આવી હતી.

શું ભેટ મળી?

એક અહેવાલ અનુસાર, તમામ 50 દુલ્હનોને તેમના લગ્ન પ્રસંગે તેમની અને તેમના પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ ભેટ આપવામાં આવી હતી. તેમના લગ્ન પ્રસંગે, મંગળસૂત્ર, વીંટી અને નાકની લવિંગ જેવા ઘરેણાં ઉપરાંત, તેમને વીછિયા અને પાયલ જેવા ચાંદીના ઘરેણાં પણ આપવામાં આવ્યા હતા. આ સિવાય કન્યાને 1.01 લાખ રૂપિયાનો ચેક 'સ્ત્રીધન' તરીકે આપવામાં આવ્યો હતો, આ ચેક કન્યાના નામે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત લગ્ન કરનાર કપલને આખા વર્ષ માટે રાશન અને ઘરવખરીનો સામાન, જરૂરી ઘરવપરાશનો સામાન અને બેડ પણ આપવામાં આવ્યો હતો.

એક શાનદાર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું

લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો માટે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, વારલી જાતિના પરંપરાગત તડપા નૃત્યનો પણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, હું નવા કપલોને જોઈને ખૂબ જ ખુશ છું. હું આ બધા કપલોને આશીર્વાદ આપું છું. આજના સમૂહ લગ્ન કાર્યક્રમ સાથે અનંત અને રાધિકાનો 'શુભ-લગ્ન' કાર્યક્રમ શરૂ થયો છે.

માનવ સેવાથી શરૂઆત કરવાની પરંપરા

અંબાણી પરિવાર દરેક મોટા પારિવારિક પ્રસંગની શરૂઆત માનવ સેવાથી કરે છે. અગાઉ પણ, પરિવારમાં લગ્ન પ્રસંગે, અંબાણી પરિવારે નજીકના સમુદાયો અને એનજીઓ સાથે મળીને લોકો માટે ભોજન સેવા અથવા અન્ન સેવા કરી હતી.

આ સમાચાર શેર કરો