મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO / અનંત-રાધિકાની સંગીત નાઈટમાં જસ્ટિન બીબરનો જાદુ ચાલ્યો, ઓરી સાથે પણ શેર કર્યું સ્ટેજ

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નન

VIDEO / અનંત-રાધિકાની સંગીત નાઈટમાં જસ્ટિન બીબરનો જાદુ ચાલ્યો, ઓરી સાથે પણ શેર કર્યું સ્ટેજ

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. ગઈકાલે અનંત અને રાધિકાની સંગીત નાઈટ હતી, જેમાં પોપ સ્ટાર જસ્ટિન બીબરે લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. કેનેડિયન સિંગર જસ્ટિન બીબર અનંત-રાધિકાના સંગીતમાં પરફોર્મ કરવા માટે ભારત આવ્યો હતો. જસ્ટિને અંબાણી પરિવારના ફંક્શનમાં પોતાના મ્યુઝીકથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા અને ઘણી પ્રશંસા મેળવ્યા બાદ પોપ સ્ટાર ગઈકાલે જ ઘરે પરત ફર્યો હતો.

જસ્ટિને અનંત-રાધિકાની સંગીત નાઈટમાં ધૂમ મચાવી

જસ્ટિન બીબરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત નાઈટમાં જબરદસ્ત માહોલ સર્જ્યો હતો. પોપ સ્ટારે એક કલાક પરફોર્મન્સ આપ્યું અને અંબાણી પરિવાર અને તેમના મહેમાનોને ડાન્સ કરાવ્યો હતો. જસ્ટિન બીબરે અનંત-રાધિકાની સંગીત નાઈટમાં ઘણા લોકપ્રિય ગીતો ગાયા, જેમાં 'બેબી બેબી', 'નેવર લેટ યુ ગો', લ'વ યોરસેલ્ફ', 'બોયફ્રેન્ડ', 'સોરી' અને 'વ્હેર આર યુ નાઉ'નો સમાવેશ થાય છે.

ઓરી સાથે પણ સ્ટેજ શેર કર્યું

જસ્ટિન બીબરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જસ્ટિન બીબર અને ઓરહાન અવત્રામાણી ઉર્ફે ઓરી સ્ટેજ પર સાથે ગાતા અને ડાન્સ કરતા જોવા મળે છે. જસ્ટિન બીબર અને ઓરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જસ્ટિન બીબર ભારતથી રવાના થયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત નાઈટમાં શાનદાર પરફોર્મન્સ આપ્યા બાદ પોપ સ્ટાર જસ્ટિન બીબર અડધી રાત્રે પોતાના ઘરે જવા રવાના થયો હતો. જસ્ટિન બીબરને મુંબઈના ખાનગી એરપોર્ટ પર પેપ્સ દ્વારા જોવામાં આવ્યો હતો. જ્યારે પેપ્સ જસ્ટિનની એક ઝલક માટે બોલાવી રહ્યા હતા, ત્યારે પોપ સ્ટાર પાછળ જોયા વિના તેની ટીમ સાથે ચાલ્યો ગયો.

આ સમાચાર શેર કરો