VIDEO: 26/11 હુમલા અને આંતકવાદી કસાબ પર KBC 18માં મોટો ખુલાસો, ઉજ્જવલ નિકમની વાત સાંભળી અમિતાભ બચ્ચન પણ ચોંકી ગયા
કોન બનેગા કરોડપતિ 18 (KBC 18)નો નવો એપિસોડ ધમાકેદાર બનવાનો છે. આ વખતે શોમાં પ્રખ્યાત સરકારી વકીલ ઉજ્જવલ નિકમ પહોંચ્યા હતા. આ એ જ ઉજ્જવલ નિકમ છે જેમણે 26/11 મુંબઈ હુમલાના આતંકવાદી અજમલ કસાબ સામે કેસ લડ્યો હતો. આ ખાસ એપિસોડમાં બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી પણ સામેલ થયા હતા. આ ત્રણેય તેમની આગામી ફિલ્મ ‘પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવલ નિકમ’નું પ્રોમોશન કરવા શોમાં પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન ઉજ્જવલ નિકમે ખુલાસો કર્યો હતો કે આતંકવાદી કસાબે અમિતાભ બચ્ચનનો ઉલ્લેખ કર્યો હતો.
એપિસોડ દરમિયાન 26/11 મુંબઈ આતંકવાદી હુમલા વિશે વાત થઈ હતી. હોસ્ટ અમિતાભ બચ્ચને કહ્યું કે અજમલ કસાબને આટલો સમય કેમ જીવતો રાખવામાં આવ્યો? બિગ બીએ કહ્યું, "તેને (અજમલ કસાબને) ત્યાં જ દાટી દેવો જોઈતો હતો. આટલો બધો સમય કેમ લાગ્યો?" આના જવાબમાં ઉજ્જવલ નિકમે કસાબ સાથેની પોતાની પહેલી મુલાકાત અને વાતચીત વિશે જણાવ્યું. તેમણે કહ્યું, "અજમલ કસાબ જ્યારે કોર્ટમાં આવ્યો ત્યારે તે મને ઘૂરીને જોઈ રહ્યો હતો અને હું તેને જોઈ રહ્યો હતો." તેમણે આગળ ઉમેર્યું કે કસાબે પોતાની સાચી ઓળખ છુપાવીને અને ખોટી માહિતી આપીને ઓથોરિટીને ગેરમાર્ગે કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે પોલીસે તેની 26/11 હુમલાના કેસમાં નહીં પણ 6 નવેમ્બરે જુહૂ ચોપાટી પરથી ધરપકડ કરી હતી.
ઉજ્જવલ નિકમ બોલ્યા- અમિતાભ બચ્ચનને મળવા આવ્યો હતો અજમલ કસાબ
ઉજ્જવલ નિકમે જણાવ્યું કે કસાબે તેમને કહ્યું હતું કે તે મુંબઈ અમિતાભ બચ્ચનને મળવા માટે આવ્યો હતો. તેમણે કહ્યું, "તમને આશ્ચર્ય થશે પણ તેણે આગળ એવું કહ્યું હતું કે હું તો અમિતાભજીને જોવા માટે આવ્યો હતો. આ ખરેખર બન્યું હતું." અમિતાભ આ સાંભળીને હેરાન થઈ ગયા હતા, પરંતુ અમિતાભે તરત જ તેનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "ના ના સાહેબ, જો તે આવ્યો હોત તો અમારા ઘરેથી પાછો જઈ શક્યો ન હોત. અમે ત્યાં જ તેને ગોળી મારી દીધી હોત."
અજમલ કસાબે અનેક જૂઠ બોલ્યો હતો
ઉજ્જવલ નિકમે જણાવ્યું કે અજમલ કસાબના કેસમાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. કસાબે કોર્ટમાં અનેક ખોટા દાવા કર્યા હતા. તેણે કહ્યું હતું કે તે સગીર (નાબાલિક) છે અને તેને RAW (રો) દ્વારા ધરપકડ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કસાબની સાચી ઉંમર સાબિત કરવા માટે બોન-ડેન્સિટી ટેસ્ટ સહિત અનેક તપાસ કરવી પડી હતી, ત્યાર પછી જ કેસ આગળ વધી શક્યો હતો. ઉજ્જવલ નિકમે એ પણ જણાવ્યું કે કસાબે એવો દાવો પણ કર્યો હતો કે તેને ખાવામાં ઝેર આપવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસમાં આ બધા દાવા ખોટા સાબિત થયા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે કસાબને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી અને સુનાવણી દરમિયાન તેણે કેમેરા પર થૂંક્યું પણ હતું.
ઉજ્જવલ નિકમ પર બની ફિલ્મ
ઉજ્જવલ નિકમ વર્ષોથી સરકારી વકીલ તરીકે દેશના અનેક મોટા અને હાઇ-પ્રોફાઇલ કેસોનો હિસ્સો રહ્યા છે. કસાબને ફાંસી અપાવવાથી લઈને 1993 મુંબઈ બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યાકાંડ, પ્રમોદ મહાજન હત્યાકાંડ, 26/11 મુંબઈ આતંકી હુમલો અને 2013 મુંબઈ ગેંગરેપ સહિતના અનેક કેસોમાં ગુનેગારોને સજા અપાવવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. હવે ઉજ્જવલ નિકમના જીવન પર બનેલી આ ફિલ્મ જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે.

