VIDEO: ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલો: હાફિઝ સઈદ સહિત ૬ ફરાર પાકિસ્તાની આરોપીઓ સામે ગેરહાજરીમાં ટ્રાયલ શરૂ કરાઈ
સોર્સ : gstv
મુંબઈ પોલીસે ૨૦૦૮ના આતંકી હુમલામાં સંડોવાયેલા છ ફરાર પાકિસ્તાની આરોપીઓ સામે ગેરહાજરીમાં કેસ ચલાવવાની કાનૂની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. લશ્કર-એ-તૈયબાનો વડા અને માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ આમાં મુખ્ય આરોપી છે....૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ દરિયાઈ માર્ગે આવેલા 10 આતંકવાદીઓના જૂથે ચાર દિવસ સુધી આતંક મચાવ્યો હતો, જેમાં ૧૬૬ લોકોનાં મૃત્યુ થયા હતા અને ૩૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા...સરકારી વકીલ ઉજ્જવલ નિકમના જણાવ્યા અનુસાર, હાફિઝ સઈદ, ઝાકી-ઉર-રહેમાન લખવી, સાજિદ મીર, અબુ અલ્કામા, અસીમ અને મેજર અબ્દુર રહેમાન સામે આ ટ્રાયલ કાર્યવાહી આગળ વધશે.

