મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

આલિયા કોઈ અન્ય પુરુષ સાથે રોમાન્સ કરે તો મને કોઈ તકલીફ નથી થતીઃ રણબીર કપૂર

રણબીર કપૂરે એપ્રિલ 2023માં પ્રેમિકા આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા

આલિયા કોઈ અન્ય પુરુષ સાથે રોમાન્સ કરે તો મને કોઈ તકલીફ નથી થતીઃ રણબીર કપૂર

રણબીર કપૂરે એપ્રિલ 2023માં પ્રેમિકા આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. આ એકદમ ઈન્ટિમેટ વેડિંગ હતી. લગ્નના થોડા મહિના પછી બંનેએ પુત્રી રાહા કપૂરનું સ્વાગત કર્યું. રાહા નવેમ્બરમાં 2 વર્ષની થઈ જશે. રણબીર માત્ર પ્રેમાળ પતિ જ નથી પણ એક સારો પિતા પણ છે. આલિયાએ એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી.

રણબીર ઈનસિક્યોર પાર્ટનર નથી

હાલમાં જ નિખિલ કામથના પોડકાસ્ટમાં રણબીરે તેના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી હતી. રણબીરે કહ્યું કે, તે ઈનસિક્યોર પાર્ટનર નથી. જોકે, હું મારી જાતને 10 વર્ષ પહેલા જોઉં તો હતો, પરંતુ હવે નહીં. હું મારા કામ વિશે પણ ઈનસિક્યોર નથી. મને મારા કામ અને કલામાં ઘણો વિશ્વાસ છે. હું લાંબા સમયથી ઈનસિક્યોર નથી. જ્યાં સુધી આલિયા સાથેના જીવનની વાત છે, તો તે કિસ્સામાં પણ હું ઈનસિક્યોર પાર્ટનર નથી. ‘આલિયાએ સ્ક્રીન પર અન્ય લોકો સાથે ઘણી વખત રોમાન્સ કર્યો છે. તેને જોઈને હું ક્યારેય ઈનસિક્યોર નથી રહ્યો. હા, જો 10 વર્ષ પહેલાં મારો પાર્ટનર આવું કંઈક કરતો હોત તો કદાચ હું ઈનસિક્યોર હોત. પરંતુ હું હવે લાઇફને સમજી શકું છું અને જીવું છે.’

ઉલ્લેખનીય છે કે, એવું નથી કે રણબીરની અત્યાર સુધીની તમામ ફિલ્મો બ્લોકબસ્ટર આપી છે. જ્યારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે સોનમ કપૂર સાથે 'સાવરિયા' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. રણબીરને તેની પહેલી ફિલ્મ ફ્લોપ રહેવાનું દુઃખ નહોતું. અભિનેતાએ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. આવી સ્થિતિમાં, તેઓ સારી રીતે જાણે છે કે, આ બધી બાબતોનો કેવી રીતે સામનો કરવો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીરની છેલ્લી ફિલ્મ 'એનિમલ' હતી જેનું નિર્દેશન સંદીપ વાંગા રેડ્ડીએ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મે જોરદાર કમાણી કરી હતી. આજકાલ રણબીર કપૂર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં કામ કરી રહ્યો છે. ફેન્સને આશા છે કે, ફિલ્મનું ટ્રેલર જલ્દી આવશે.

આ સમાચાર શેર કરો