મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મેટ ગાલા વચ્ચે આલિયા ભટ્ટનો ડીપફેક વીડિયો વાયરલ, આ એક્ટ્રેસના વીડિયો સાથે કરી છેડછાડ

રશ્મિકા મંદાના, કેટરિના કૈફ, કાજોલ, આમિર ખાન અને બીજી ઘણી સેલિબ્રિટી

મેટ ગાલા વચ્ચે આલિયા ભટ્ટનો ડીપફેક વીડિયો વાયરલ, આ એક્ટ્રેસના વીડિયો સાથે કરી છેડછાડ

રશ્મિકા મંદાના, કેટરિના કૈફ, કાજોલ, આમિર ખાન અને બીજી ઘણી સેલિબ્રિટીઓ બાદ હવે આલિયા ભટ્ટનો ડીપફેક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સે એક્ટ્રેસ વામિકા ગબ્બીના વીડિયો પર આલિયા ભટ્ટનો ચહેરો લગાવ્યો છે. ચાલો જણીએ શું છે સમગ્ર મામલો.

આ પણ વાંચોઃ સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા, પાંચમો આરોપી ઝડપાયો

વાસ્તવમાં આલિયા ભટ્ટ હાલ મેટ ગાલા 2024માં વ્યસ્ત છે. તે ન્યુયોર્કમાં છે. તે મેટ ગાલામાં રેડ કાર્પેટ પર સબ્યસાચીની ડિઝાઇન કરેલી સાડી સાથે ચમકી હતી. બીજી તરફ તેનો ડીપફેક વીડિયો દેશમાં વાયરલ થઈ રહ્યો છે.

વામિકા ગબ્બીના વીડિયોમાં આલિયા ભટ્ટનો ચહેરો જોવા મળ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અભિનેત્રી લાલ સાડી અને મેચિંગ બ્લાઉઝમાં જોવા મળી રહી છે. શેર કરનાર યુઝરે લખ્યું, 'આલિયા ભટ્ટ ઓફ સ્ક્રીન.' આ વીડિયો પર એક યુઝરે પૂછ્યું કે, શું આવું કરવું કાયદેસર છે. આખરે તમે આલિયાના ચહેરાનો ઉપયોગ કેમ કર્યો? તો કેટલાક યુઝર્સે કોમેન્ટમાં કહ્યું કે, આ વીડિયો વાસ્તવમાં વામિકા ગબ્બીનો છે, જેને AIની મદદથી એડિટ કરવામાં આવ્યો છે અને આલિયાના ચહેરાને સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો છે.

વામિકા ગબ્બીનો રીયલ વીડિયો

આ 'ખૂફિયા' વેબ સીરિઝની અભિનેત્રી વામિકા ગબ્બીનો અસલી વીડિયો છે. જે તેણે 27 એપ્રિલ 2024ના રોજ શેર કર્યો હતો. તેણે આ રીલ ચમકીલાના ગીત પર બનાવી હતી. હવે આ વીડિયો પર આલિયાના ચહેરાને સુપરઇમ્પોઝ કરીને એક નકલી ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ કરવામાં આવી રહી છે. જોકે, આલિયા અને વામિકા બંનેએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ સમાચાર શેર કરો