નતાશા-હાર્દિકના છૂટાછેડા બાદ અગસ્ત્ય પહેલીવાર પહોંચ્યો પિતાના ઘરે, ભાભી પંખુરી શર્માએ શેર કરી તસવીર
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ તેમના છૂટાછેડાની

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. તે પહેલા જ નતાશા તેના 4 વર્ષના દીકરા અગસ્ત્ય સાથે તેના વતન સર્બિયા ગઈ હતી. છૂટાછેડાના દોઢ મહિના પછી નતાશા ફરી મુંબઈ પાછી આવી છે. આ બધા વચ્ચે, કપલનો દીકરો અગસ્ત્ય તેના માતા-પિતાના છૂટાછેડા પછી પહેલીવાર મંગળવારે તેના પિતાના ઘરે પહોંચ્યો હતો.
છૂટાછેડા પછી નતાશા પહેલીવાર અગસ્ત્ય સાથે હાર્દિકના ઘરે પહોંચી
વાસ્તવમાં સોમવારે મુંબઈ પરત ફરેલી નતાશા મંગળવારે તેના પૂર્વ પતિ અને ક્રિકેટરના ઘરે દીકરાને છોડીને ગઈ હતી. હાર્દિકની ભાભી પંખુરી શર્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અગસ્ત્ય સાથેના ફોટો શેર કર્યો છે. પંખુરી શર્મા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અગસ્ત્ય તેની કાકી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળે છે. વીડિયોમાં પંખુરી તેને ખોળામાં બેસાડીને 4 વર્ષના અગસ્ત્યને પુસ્તક વાંચતી જોવા મળે છે. વીડિયોમાં પંખુરીનો દીકરો પણ જોવા મળી રહ્યો છે.
નતાશા-હાર્દિકે જુલાઈમાં કરી હતી છૂટાછેડાની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, હાર્દિકથી અલગ થયા બાદ નતાશા તેના દીકરા અગસ્ત્યને પોતાની સાથે સર્બિયા લઈ ગઈ હતી. આ કપલે મે 2020માં ઈન્ટિમેટ લગ્ન કર્યા હતા. આ પછી ફેબ્રુઆરી 2023માં નતાશા અને હાર્દિકે હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ ફરીથી લગ્ન કર્યા. જોકે, બંનેએ જુલાઇ 2024માં સંયુક્ત નિવેદન જારી કરીને છૂટાછેડાની જાહેરાત કરી હતી. તેણે એમ પણ કહ્યું કે, તે તેના દીકરા અગસ્ત્યની કો-પેરેન્ટિંગ કરશે.






