લગ્ન પછી સોનાક્ષી 'રામાયણ' છોડીને સાસરે નહીં પરંતુ આ 11 કરોડના ઘરમાં રહેશે!
શત્રુઘ્ન સિંહાની લાડલી દીકરી સોનાક્ષી સિંહા દુલ્હન બનવા જઈ રહી છે. તેણે

શત્રુઘ્ન સિંહાની લાડલી દીકરી સોનાક્ષી સિંહા દુલ્હન બનવા જઈ રહી છે. તેણે ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા છે. હવે માહિતી સામે આવી છે કે, સોનાક્ષી સિંહા તેના પિયર છોડ્યા પછી ક્યાં રહેશે. તો ચાલો તમને વિગતો જણાવીએ. સોનાક્ષી સિંહા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન પછી તે ઝહીર સાથે તેના ઘરમાં રહેશે, જે તેણે પોતે ખરીદ્યું હતું. આ ઘર મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં છે. રિપોર્ટ અનુસાર સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે નક્કી કર્યું છે કે, તેઓ લગ્ન પછી આ ઘરમાં શિફ્ટ થઈ જશે.
ઘર કઈ બિલ્ડિંગમાં છે?
સોનાક્ષીનું આ ઘર 81 ઓરેટ, બાંદ્રામાં સી-ફેસિંગ ફ્લેટ છે. જે તેણે ગયા વર્ષે ખરીદ્યો હતો. ત્યારબાદ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અભિનેત્રીએ આ ઘર માટે 11 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તે પહેલા પણ આ ઘરમાં રહી ચૂકી છે. અહીં તે ઘણીવાર મિત્રો સાથે હેંગઆઉટ્સ કરતી હતી, પરંતુ તે તેના માતા-પિતા સાથે રામાયણ બંગલામાં જ રહેતી હતી.
26મા માળે છે સોનાક્ષીનું ઘર
આ બિલ્ડિંગ બાંદ્રાના રંગ શારદા ઓડિટોરિયમ પાસે છે. જ્યાં સોનાક્ષી સિંહા સિવાય કરણ કુન્દ્રાનું પણ એક ઘર છે. તેણે આ ઘર 11 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું, જે 4,200 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. તે 26મા માળે છે.
સોનાક્ષી સિંહાનું પિયર
ઉલ્લેખનીય છે કે, શત્રુઘ્ન સિંહાનું ઘર જુહુમાં છે. જેનું નામ રામાયણ છે. 10 માળનું આ આખું ઘર સિંહા પરિવારનું છે જ્યાં પૂનમ સિંહા, લવ, કુશ, સોનાક્ષી અને શત્રુઘ્ન રહે છે. અભિનેતાએ આ ઘર તેના લગ્ન પહેલા 1972માં ખરીદ્યું હતું.






