મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

TMKOC: ગોલી બાદ વધુ એક કલાકારે કહ્યું શોને અલવિદા, સતત 16 વર્ષથી હતો જોડાયેલો

સોની ટીવીનો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેની સ્ટોરી અને

TMKOC: ગોલી બાદ વધુ એક કલાકારે કહ્યું શોને અલવિદા, સતત 16 વર્ષથી હતો જોડાયેલો

સોની ટીવીનો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેની સ્ટોરી અને સ્ટાર કાસ્ટને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આ શોમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા પણ શો હંમેશ માટે ચાલતો રહ્યો છે. ઘણા એવા સ્ટાર્સ પણ છે જે લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા છે. થોડા સમય પહેલા ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે શોને અલવિદા કહી દીધું હતું. હવે તાજેતરમાં સમાચાર આવ્યા છે કે, અન્ય એક ટીવી કલાકારે આ ફેવરિટ શો છોડી દીધો છે.

ઘણા સમયથી એપિસોડમાં જોવા મળ્યો નથી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં અબ્દુલનું પાત્ર ભજવી રહેલા શરદ સાંકલા વિશે સમાચાર સામે આવ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો શરદે શોને અલવિદા કહી દીધું છે. આ કારણે તે હવે શોમાં જોવા મળતા નથી. અભિનેતા 16 વર્ષથી વધુ સમયથી દિલીપ જોશીના શો સાથે જોડાયેલા હતા પરંતુ આખરે તેમણે અલવિદા કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે, અભિનેતા ઘણા સમયથી એપિસોડમાં જોવા મળ્યો નથી. માધુરી બધાને કહે છે કે અબ્દુલ ગાયબ છે અને તેની દુકાન પણ લાંબા સમયથી બંધ છે.

આવી સ્થિતિમાં ગોકુલધામના તમામ લોકોને લાગે છે કે કદાચ અબ્દુલ 50 હજાર રૂપિયાનું દેવું હોવાથી ભાગી ગયો છે. આ જોઈને લોકોએ મેકર્સ અને એક્ટર્સને અબ્દુલના ગુમ થવાનું કારણ પૂછ્યું છે. અભિનેતાના શો છોડવાના સમાચાર અંગે નિર્માતાઓ તરફથી કોઈ ઔપચારિક નિવેદન નથી. ઉલ્લેખનીય છે કે, આ શો આજે પણ TRP લિસ્ટમાં ટોપ 10માં સ્થાન ધરાવે છે.

આ સમાચાર શેર કરો