Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : After cinemas Housefull 5 released on OTT

થિયેટર બાદ હવે OTT પર રિલીઝ થઈ 'Housefull 5', પરંતુ સાથે છે એક ટ્વિસ્ટ

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
થિયેટર બાદ હવે OTT પર રિલીઝ થઈ 'Housefull 5', પરંતુ સાથે છે એક ટ્વિસ્ટ
સોર્સ : GSTV

અક્ષય કુમાર તેના શાનદાર અભિનય માટે જાણીતો છે. તેની કોમિક ટાઈમિંગ પણ બેસ્ટ છે. અક્ષય કુમારની 'હાઉસફુલ 5' (Housefull 5) આ વર્ષે 6 જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મના બે અંત હતા, જેના કારણે તે સમાચારમાં હતી. ફિલ્મના બે ભાગ 'હાઉસફુલ 5A' અને 'હાઉસફુલ 5B' હતા. બોક્સ ઓફિસ પર કમાણી કર્યા પછી, હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. પરંતુ તેને જોવા માટે એક ટ્વિસ્ટ છે.

App Store

કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ?

'હાઉસફુલ 5' (Housefull 5) OTT પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો પર જોઈ શકાય છે, પરંતુ આ ફિલ્મ હાલમાં રેંટ પર છે. જો તમે ફિલ્મના બંને ભાગ જોવા માંગતા હોવ, તો તમારે તેના માટે લગભગ 700 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, થોડા સમય પછી, પ્રાઈમ વીડિયો સબ્સ્ક્રાઈબર્સ તેને ફ્રીમાં જોઈ શકશે.

ફિલ્મની સ્ટારકાસ્ટ

'હાઉસફુલ 5' (Housefull 5) ની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો, તેમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ અને સંજય દત્ત ઉપરાંત ફરદીન ખાન, શ્રેયસ તલપડે, નાના પાટેકર, જેકી શ્રોફ, ડીનો મોરિયા, જેકલીન ફર્નાન્ડીઝ, નરગીસ ફખરી, ચિત્રાંગદા સિંહ, સોનમ બાજવા, સૌંદર્યા શર્મા, ચંકી પાંડે, નિકિતિન ધીર અને જોની લીવર મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ 250 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી.

બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી

અહેવાલ મુજબ, 'હાઉસફુલ 5' (Housefull 5) એ બોક્સ ઓફિસ પર વર્લ્ડવાઈડમાં 288.63 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વર્લ્ડવાઈડ કલેક્શન સહિત, ફિલ્મે તેના બજેટ કરતાં વધુ કમાણી કરી છે. લોકોને આ ફિલ્મ ખૂબ ગમી છે. આ ફિલ્મ એક કોમિક-હોરર ફિલ્મ છે.