Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Veteran bollywood actor's pain spilled on not getting award

'ઉત્તમ કામ કરવા છતાં મને એવોર્ડ...', 35 વર્ષથી ઇન્ડસ્ટ્રીનો ભાગ રહેલા દિગ્ગજ એક્ટરનું છલકાયું દર્દ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
'ઉત્તમ કામ કરવા છતાં મને એવોર્ડ...', 35 વર્ષથી ઇન્ડસ્ટ્રીનો ભાગ રહેલા દિગ્ગજ એક્ટરનું છલકાયું દર્દ
સોર્સ : GSTV

દીપક તિજોરી છેલ્લા 35 વર્ષથી મનોરંજન ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે. 'આશિકી' થી લઈને 'જો જીતા વહી સિકંદર' જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરનાર દીપક તિજોરીએ દરેક ભૂમિકાને સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવી છે. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, "વર્ષો સુધી ઉત્તમ કામ કરવા છતાં મને એવોર્ડથી કેવી રીતે દૂર રાખવામાં આવ્યા." તેણે એવોર્ડ શોની સત્યતા, સિસ્ટમની ખામીઓ વિશે વાત કરી છે.

App Store

'મારા મનમાં હંમેશા એક અધૂરી ઈચ્છા રહેતી'

તેણે કહ્યું કે, "દર વર્ષે જ્યારે એવોર્ડની યાદી આવતી ત્યારે મને આશા રહેતી હતી કે કદાચ આ વખતે મારું નામ હશે. આશિકી, સડક, જો જીતા વહી સિકંદર, ખેલાડી. મેં ઘણા બધા જુદા જુદા પાત્રો ભજવ્યા, છતાં દર વખતે મારું નામ નહતું આવતું. ધીમે ધીમે મારું મન શાંત થયું. ક્યારેક મેં ઈશારો કર્યો, ક્યારેક મેં રાહ જોઈ, પણ એક સમયે મેં મારી જાતને કહ્યું, હવે મારે આશા ન રાખવી જોઈએ. કોઈ ઉદાસી નહતી પણ ખાલીપણું ચોક્કસ હતું. કોઈ ફરિયાદ નહતી પણ મારા મનમાં હંમેશા એક અધૂરી ઈચ્છા રહેતી હતી."

'પ્રતિભાના આધારે નિર્ણયો નથી લેવામાં આવતા'

અભિનેતાએ આગળ કહ્યું કે, "જો જીતા વહી સિકંદર દરમિયાન મેં એવોર્ડ ફંક્શનમાં પરફોર્મ પણ કર્યું હતું. મેં એક શોમાં તે જ ફિલ્મના એક ગીત પર ડાન્સ કર્યો હતો પરંતુ તે જ રાત્રે જ્યારે આમિરનું નામ નોમિનેટ થયું હોવા છતાં બીજા કોઈને એવોર્ડ મળ્યો ત્યારે મને લાગ્યું કે પ્રતિભાના આધારે નિર્ણયો નથી લેવામાં આવતા. મેં એવોર્ડ શોમાં ભાગ લેવાનું બંધ કરી દીધું હતું. આમિરે પણ આ બધાથી પોતાને દૂર રાખ્યા હતા."