Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : After 10 years of failed attempts, this actor finally left Bollywood, Salman Khan launched him

Bollywood: 10 વર્ષના નિષ્ફળ પ્રયાસ બાદ આખરે આ એક્ટરે છોડ્યું બોલીવૂડ, સલમાન ખાને કર્યો હતો લોન્ચ

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Bollywood: 10 વર્ષના નિષ્ફળ પ્રયાસ બાદ આખરે આ એક્ટરે છોડ્યું બોલીવૂડ, સલમાન ખાને કર્યો હતો લોન્ચ
સોર્સ : GSTV

આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીની કારકિર્દીનું આખરે ધાર્યા મુજબ ફિંડલું વળી ગયું છે. ખુદ આદિત્ય પંચોલીએ પોતે સૂરજે બોલીવૂડ છોડી દીધું હોવાની જાહેરાત કરી છે. તેના જણાવ્યા અનુસાર સૂરજ હવે માત્ર બિઝનેસ પર ધ્યાન આપશે. 

App Store

સલમાન ખાને કર્યે હતો લોન્ચ

સૂરજ સલમાન ખાનના ચેલા તરીકે 2015માં હીરો ફિલ્મથી લોન્ચ થયો હતો. જોકે, ફિલ્મ બિલકુલ ન ચાલી હોવાથી અને સૂરજ એક્ટિંગમાં પણ નિષ્ફળ ગયો હોવાથી આ 10 વર્ષમાં તેને ગણીને માંડ 3-4 ફિલ્મ મળી હતી અને તે બધી ફલોપ ગઈ હતી. 

ઝિયા ખઆનના આપઘાતના કેસમાં થઈ હતી ધરપકડ

સૂરજ તેની ફિલ્મો કરતાં વધારે તો ઝિયા ખાનના આપઘાતના કારણે વધારે ચર્ચામાં રહ્યો હતો. આ કેસમાં તેની ધરપકડ પણ થઈ હતી. જોકે, બાદમાં અદાલતે તેને પુરાવાના અભાવે છોડી મૂક્યો હતો. 

આદિત્ય પંચોલીએ કરી પોસ્ટ

તાજેતરમાં આદિત્ય પંચોલીએ અનિલ કપૂરનું નામ લીધા વિગર પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે,  "'તેજાબ' ફિલ્મનો મૂળ હિરો પોતે હતો પરંતુ અમુક લોકોએ પોલિટિક્સ કરી હતી જેને કારણે તેને રોલ મળ્યો નહોતો." આ પોસ્ટના અનુસંધાને તેણે બીજી પોસ્ટ કરતાં સૂરજે બોલીવૂડ છોડયું હોવાની જાહેરાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે આદિત્ય પોતે પણ ફિલ્મ કારકિર્દી દરમિયાન ફિલ્મો કરતાં મારામારીઓ અને બખેડા કરવા માટે વધારે ચર્ચામાં રહ્યો હતો. અલબત્ત સૂરજની માતા ઝરીના વહાબ તેના સમયની જાણીતી હિરોઈન રહી ચૂકી છે અને હજુ પણ તેને ક્યારેક ક્યારેક ફિલ્મો તથા સીરિઝમાં રોલ મળતા રહે છે.