Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Did you propose 12 years ago to increase the show's TRP? Actress gets suspicious of her husband

Bollywood: 12 વર્ષ પહેલા શોની TRP વધારવા માટે કર્યું હતું પ્રપોઝ? પતિ પર એક્ટ્રેસને થયો શક

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Bollywood: 12 વર્ષ પહેલા શોની TRP વધારવા માટે કર્યું હતું પ્રપોઝ? પતિ પર એક્ટ્રેસને થયો શક
સોર્સ : GSTV

રવિ દુબે અને સરગુન મેહતા ટીવી ટાઉનના મોસ્ટ એડોરેબલ અને લવેબલ કપલ છે. બંનેએ વર્ષ 2013માં લગ્ન કર્યા હતા. લગ્નના 12 વર્ષ પછી પણ રવિ અને સરગુનનો પ્રેમ અતૂટ છે. બંને પાવર કપલ તરીકે ઓળખાય છે. જણાવી દઈએ કે, રવિએ સરગુનને લગ્ન માટે ડાંસ રિયાલિટી શો 'નચ બલિએ'ના સેટ પર પ્રપોઝ કર્યું હતું.

App Store

રણવીર અલાહાબાદિયાના પોડકાસ્ટમાં સરગુન બોલી

હવે રણવીર અલાહાબાદિયાના પોડકાસ્ટમાં સરગુન જણાવ્યું કે જ્યારે રવિએ પહેલીવાર તેને શોમાં પ્રપોઝ કર્યું હતું તો તેને લાગ્યું હતું કે આ માત્ર ટીવી માટે કરી રહ્યો છે. સરગુને કહ્યું કે, મને બિલકુલ આઈડિયા નહોતો કે આ બધું થઈ જશે. જ્યારે મને રવિએ પ્રપોઝ કર્યું હતું તો મને ખરેખર લાગ્યું હતું કે આ માત્ર ટીવી માટે જ છે. 

"મને કંઈ સમજાતું નહોતું, હું ખૂબ ખુશ હતી કે મારા પેરેંટ્સ સ્ટેજ પર આવ્યા હતા. હું એ પણ વિચારી રહી હતી કે શું થઈ રહ્યું છે? આ લોકો અહિંયા કેમ આવ્યા છે?" વધુમાં કહ્યું, "મને યાદ છે કે તે સમયે કરણ વાહી શોના હોસ્ટ હતા. તે સતત મારી તરફ જોઈને ઈશારામાં કહી રહ્યા હતા કે પ્લીઝ ઈનકાર ન કરતી."

મને આઈડિયા જ નહોતો- સરગુન

સરગુને આગળ કહ્યું કે, "રવિએ પણ ક્યારેય મને ગર્લફ્રેંડ બનવા માટે પ્રપોઝ નહોતું કર્યું. આમારા વચ્ચે ક્યારેય ઓફિશિયલ પ્રપોઝલ નહોતું થયું. તો મને વધુ આઈડિયા પણ નહોતો."

"મને લાગ્યું હતું કે કદાચ એક કેઝ્યુઅલ કૉફિવાળી વાતચીત લગ્નમાં બદલી જશે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે કોઈ પ્રપોઝલ થશે."

જણાવી દઈએ કે મચ બલિએમાં  થયેલ પ્રપોઝલ બાદ રવિ અને સરગુને વર્ષ 2013માં લગ્ન કરી સંસાર વસાવ્યો. જો કે, બંનેને હજુ સુધી કોઈ સંતાન નથી. તેઓ બંને એકબીજા સાથે ખૂબ ખુશ છે.