મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'ફ્રેન્ડ્સ'ની જેનિફર સાથે થયો અકસ્માત? 'ધ મોર્નિંગ શો'ના શૂટિંગ વખતે હોલિવૂડ અભિનેત્રી પર ફેંકાયું તેલ!

પોપ્યુલર શો 'ફ્રેન્ડ્સ'માં રોશેલ ગ્રીનની ભૂ

'ફ્રેન્ડ્સ'ની જેનિફર સાથે થયો અકસ્માત? 'ધ મોર્નિંગ શો'ના શૂટિંગ વખતે હોલિવૂડ અભિનેત્રી પર ફેંકાયું તેલ!

પોપ્યુલર શો 'ફ્રેન્ડ્સ'માં રોશેલ ગ્રીનની ભૂમિકા ભજવીને બધાના દિલ જીતનારી હોલિવૂડ સ્ટાર જેનિફર એનિસ્ટન ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિરોધ કરી રહેલા કેટલાક લોકોએ તેના પર તેલ ફેંક્યું છે. તે કાળા તેલમાં સંપૂર્ણપણે ભીની ગઈ હતી. આ જોઈને તેના ફેન્સ ચોંકી ગયા અને નારાજ થઈ ગયા. પરંતુ આવું વાસ્તવમાં બન્યું નથી. તે મેનહટનમાં 'ધ મોર્નિંગ શો' સીરિઝની છેલ્લી સિઝનનું શૂટિંગ કરી રહી હતી અને આ તેના શૂટનો એક ભાગ હતો.

ન્યૂયોર્કના એક રિપોર્ટ અનુસાર, જેનિફર એનિસ્ટન મેનહટનમાં 'ધ મોર્નિંગ શો' માટે શૂટિંગ કરી રહી હતી. એક સીન હતો જેમાં 55 વર્ષની અભિનેત્રી વિરોધ કરનારાઓમાં સામેલ હતી. તે પોતાના મોબાઈલથી વીડિયો શૂટ કરી રહી હતી, ત્યારે અચાનક કોઈએ તેના પર ગ્રીસ જેવું કાળું અને ચીકણું તેલ ફેંક્યું.

જેનિફરની મજબૂત એક્ટિંગના કારણે થઈ ગેરસમજ!

55 વર્ષની અભિનેત્રી પર કોઈએ તેલ ફેંકતા જ તેનો ગુસ્સો જોવા જેવો હતો. આ આખો સીન એકદમ રિયલલાગે છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ શોના શૂટિંગનો એક ભાગ હતો. આ સીનમાં જેનિફર એટલી રિયલ લાગી રહી છે કે એક સમયે કોઈને પણ ગેરસમજ થઈ જશે કે આ સીન નથી પણ અકસ્માત છે.

આ શોમાં જેનિફર ઉપરાંત રીસ પણ

ઉલ્લેખનીય છે કે, આ શોમાં જેનિફર એલેક્સનું પાત્ર ભજવી રહી છે. આઉટસ્ટેન્ડિંગ ડ્રામા સીરિઝ એમી એવોર્ડ માટે નામાંકિત આ શોમાં જેનિફર ઉપરાંત રીસ વિથરસ્પૂન પણ છે. સ્ટોરી બે એન્કરની છે જેમની વચ્ચે દુશ્મની છે.

આ સમાચાર શેર કરો