મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરીને વિવાદમાં ફસાયા અભિજીત ભટ્ટાચાર્ય, વકીલે મોકલી નોટિસ

ફેમસ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવે છે. હવે તે પોતાના

મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરીને વિવાદમાં ફસાયા અભિજીત ભટ્ટાચાર્ય, વકીલે મોકલી નોટિસ

ફેમસ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવે છે. હવે તે પોતાના એક નિવેદનના કારણે મુશ્કેલીમાં ફસાયા છે. પુણે સ્થિત એક વકીલે ગાયકને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસ ભટ્ટાચાર્યના વિવાદાસ્પદ નિવેદનને લઈને છે જેમાં તેમણે મહાત્મા ગાંધીને 'પાકિસ્તાનના રાષ્ટ્રપિતા' ગણાવ્યા હતા.

આ પણ વાંચો: ક્રાઈમ પેટ્રોલ ફેમ અભિનેતા પર હુમલો, લુખ્ખા તત્વોએ ચાકુ અને લોખંડના સળિયાથી કર્યો વાર

અભિજીતે પોડકાસ્ટમાં ટિપ્પણી કરી હતી

પોડકાસ્ટ દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી. એડવોકેટ અસીમ સરોદેએ અભિજીત ભટ્ટાચાર્યની લેખિત માફીની માંગ કરી છે. જો તેમ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. વકીલનું કહેવું છે કે આ નિવેદન ગાંધીજીના વારસાનું અપમાન છે અને ઐતિહાસિક તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે.

મહાત્મા ગાંધી માટે વાત કહી હતી

પોડકાસ્ટ દરમિયાન અભિજીત ભટ્ટાચાર્યએ સંગીતકાર આરડી બર્મનની તુલના ગાંધીજી સાથે કરી હતી અને કહ્યું હતું કે, "જેમ મહાત્મા ગાંધી દેશના પિતા હતા, તેવી જ રીતે આરડી બર્મન પણ સંગીતની દુનિયામાં દેશના પિતા હતા." તેમણે વધુમાં કહ્યું કે, "મહાત્મા ગાંધી પાકિસ્તાન માટે રાષ્ટ્રપિતા હતા, ભારત માટે નહીં."

વકીલે વાંધો ઉઠાવ્યો

આ કાનૂની નોટિસ મનીષ દેશપાંડે અને અન્ય કાયદાના વિદ્યાર્થીઓ વતી મોકલવામાં આવી છે. જેમાં ગાયક પર પોતાના નિવેદનમાં હદ વટાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાંધીજીની ભૂમિકાનું વર્ણન કરતાં અસીમ સરોદેએ જણાવ્યું હતું કે, "ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટે અથાક પ્રયાસો કર્યા હતા અને ભાગલાનો વિરોધ કર્યો હતો.' વકીલે ગાંધીજીની વૈશ્વિક ઓળખને પણ રેખાંકિત કરી હતી અને કહ્યું હતું કે, ગાંધીજીને શ્રદ્ધાંજલિમાં 150થી વધુ દેશોએ ટપાલ ટિકિટ બહાર પાડી છે.

નોટિસમાં માફીની માંગ

લીગલ નોટિસમાં અભિજીત પાસેથી લેખિત માફીની માંગ કરવામાં આવી છે. તેમાં એમ પણ કહ્યું છે કે જો તે માફી નહીં માંગે તો તેની સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આવા નિવેદનોથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે અને તેમને ભ્રામક માહિતી મળી શકે છે." અત્યાર સુધી, ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ કાનૂની નોટિસનો જવાબ આપવા માટે કોઈ જાહેર નિવેદન નથી આપ્યું.

આ સમાચાર શેર કરો