Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : A blow to Vivek Agnihotri-Bhushan Kumar! Bihar Film Company takes over the title of 'Operation Sindoor'

વિવેક અગ્નિહોત્રી-ભૂષણ કુમારને ઝટકો! 'ઓપરેશન સિંદૂર' ટાઇટલ પર બિહાર ફિલ્મ કંપનીનો કબજો

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
વિવેક અગ્નિહોત્રી-ભૂષણ કુમારને ઝટકો! 'ઓપરેશન સિંદૂર' ટાઇટલ પર બિહાર ફિલ્મ કંપનીનો કબજો
સોર્સ : GSTV

ભારતના પાકિસ્તાન સ્થિત આતંકી કેમ્પ્સ પર હુમલા બાદ ઓપરેશન સિંદૂર પરથી ફિલ્મો બનાવવા માટે નિર્માતાઓમાં હોડ જામી હતી. પરંતુ આ નામ રજિસ્ટર્ડ કરાવવાની હોડમાં બિહાર ફિલ્મ કંપનીએ તાબડતોબ ઇમ્પામાં અરજી કરતાં આ ટાઇટલ તેને ફાળે ગયું છે. આ ઘટના પરથી ફિલ્મ બનાવવા માટે તેનું ટાઇટલ રજિસ્ટર્ડ કરાવવા અનેક નિર્માતાઓ મેદાને પડયા હતા. બધાંની નજર ટાઇટલ કોને ફાળે જાય છે તેના પર હતી. 

App Store

પ્રમુખ અભય તિવારીનું નિવેદન

ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડયુસર્સ એસોસિએશન-ઇમ્પાના પ્રમુખ અભય તિવારીએ જણાવ્યું હતું કે, નિર્માતાઓ અંકિત સિંહ અને સંગ્રામ સિંહ દ્વારા ચલાવવામાં આવતી બિહાર ફિલ્મ કંપનીએ આ ટાઇટલ મેળવવા માટે સૌથી પહેલી અરજી કરી હોઇ તેમને આ ટાઇટલ ફાળવવામાં આવ્યું છે. 

વિવેક અગ્નિહોત્રી અને ભૂષણ કુમારે પણ આ વિષય પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. તિવારીએ જણાવ્યું હતું કે ઇમ્પાએ વિવેક અગ્નિહોત્રીને 'ધ કાશ્મીર ફાઇલ્સ ટુ' અને 'ધ નાઇટ ઓફ ઓપરેશન સિંદૂર' એમ બે ટાઇટલમાંથી પસંદગી કરવા જણાવવામાં આવ્યું છે. 2022માં અગ્નિહોત્રીએ બનાવેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને બોક્સ ઓફિસ પર અઢીસો કરોડ રૂપિયાની કમાણી થઇ હતી.