મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

70 વર્ષના એક્ટર ટીકુ તલસાનિયાને આવ્યો હાર્ટ એટેક! હોસ્પિટલમાં દાખલના સમાચાર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે. તેમની હાલત ગં

70 વર્ષના એક્ટર ટીકુ તલસાનિયાને આવ્યો હાર્ટ એટેક! હોસ્પિટલમાં દાખલના સમાચાર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે હોસ્પિટલમાં દાખલ છે. જો કે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. અભિનેતાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણા ટીવી શોનો ભાગ પણ રહી ચૂક્યો છે. તે છેલ્લે રાજકુમાર રાવની ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વિડિયો'માં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: માફ કરશો આ...' યુઝવેન્દ્ર ચહલ સાથેના અફેરની અફવાઓ પર આરજે મહવશે તોડ્યું મૌન

ટીકુ તલસાનિયાની ઉંમર 70 વર્ષ છે. તેણે 1984માં ટીવી શો 'યે જો હૈ ઝિંદગી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી 1986માં તેણે ફિલ્મો કરી, જેમાં 'પ્યાર કે દો પલ', 'ફરજ' અને 'અસલી નકલી' જેવી ફિલ્માં કામ કર્યું છે. અભિનેતાએ સહાયક ભૂમિકા ભજવીને લોકોને પડદા પર ખૂબ હસાવ્યા. તેણે 'બોલ રાધા બોલ', 'કુલી નંબર 1', 'રાજા હિન્દુસ્તાની', 'હીરો નંબર 1', 'બડે મિયાં છોટે મિયાં', 'વિરાસત' અને 'હંગામા 2' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ટીકુ તલસાનિયાની પત્ની અને બાળકો

અભિનેતાએ દીપ્તિ સાથે લગ્ન કર્યા છે, જેનાથી તેને બે બાળકો છે, એક પુત્ર, સંગીતકાર રોહન તલસાનિયા અને એક પુત્રી શિખા તલસાનિયા, જેમણે 'વીરે દી વેડિંગ', 'કુલી નંબર 1' અને 'આઈ હેટ લવ' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 

આ સમાચાર શેર કરો