મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

EXAM / આજથી શરૂ થઈ UPSC Mains, જાણો પરીક્ષામાં બેસવા માટેના જરૂરી નિયમો

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આજ (22 ઓગસ્ટ) થી સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા (UPSC CSE

EXAM / આજથી શરૂ થઈ UPSC Mains, જાણો પરીક્ષામાં બેસવા માટેના જરૂરી નિયમો

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આજ (22 ઓગસ્ટ) થી સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા (UPSC CSE) શરૂ થઈ છે. UPSC પ્રિલિમ્સ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો હવે આજથી મેઈન્સ પરીક્ષામાં બેસવા માટે સક્ષમ બનશે. તમને જણાવી દઈએ કે, UPSC દ્વારા સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષામાં કુલ 14,161 ઉમેદવારોને સફળ જાહેર કરવામાં આવ્યા હતા. મેઈન્સ પરીક્ષામાં બેસવા માટે UPSC દ્વારા એડમિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યું હતું.

મેઈન્સ પરીક્ષાનું શેડ્યૂલ

મેઈન્સ પરીક્ષા UPSC દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં લેવામાં આવશે. આ પરીક્ષા આજથી એટલે કે 22 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. પરીક્ષા 22 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બે શિફ્ટમાં લેવામાં આવશે. પહેલી શિફ્ટ સવારે 9:00થી બપોરે 12:00 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 2:30થી 5:30 વાગ્યા સુધી લેવામાં આવશે.

આ ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવાની ખાતરી કરો

મેઈન્સ પરીક્ષા આપનારા તમામ ઉમેદવારોને પરીક્ષાના દિવસે પોતાનું એડમિટ કાર્ડ પોતાની સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે. એડમિટ કાર્ડ વગરના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં આવે. ઉપરાંત, પરીક્ષાના દિવસે ઉમેદવારોએ ઓળખપત્ર અને પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈ જવો ફરજિયાત છે. આ ઉપરાંત, પરીક્ષાના દિવસે નિર્ધારિત સમય કરતાં એક કે બે કલાક પહેલા પહોંચવાનો પ્રયાસ કરો.

પરીક્ષા ખંડમાં શું પ્રતિબંધિત છે?

UPSCની મેઈન્સ પરીક્ષા આપનારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં કેટલીક વસ્તુઓ લાવવાની સખત મનાઈ છે. જેમ કે ઉમેદવારો પરીક્ષાના દિવસે મોબાઈલ, સ્માર્ટવોચ, કેમેરા, પુસ્તકો અને ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈઝ વગેરે પોતાની સાથે નથી લઈ જઈ શકતા.

આ સમાચાર શેર કરો