UPSC એ સિવિલ સર્વિસીસની મેઈન્સ માટે હોલ ટિકિટ જાહેર કરી, આ રીતે કરો ડાઉનલોડ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસીસ 2024ની મેઈન્સ પરીક્ષા માટે હોલ ટિકિટ જાહેર કરવામા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસીસ 2024ની મેઈન્સ પરીક્ષા માટે હોલ ટિકિટ જાહેર કરવામાં આવીછે. જે ઉમેદવારો આ પરીક્ષામાં બેસવા જઈ રહ્યા છે તેઓ UPSCની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈને UPSC સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા માટે તેને ડાઉનલોડ કરી શકે છે. આ સિવાય UPSCની અન્ય વેબસાઈટ upsconline.nic.in પર પણ લિંક ચેક કરી શકાય છે.
UPSC મેઈન્સ હોલ ટિકિટની લિંક 29 સપ્ટેમ્બર, 2024 સુધી સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. ઉમેદવારો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ ફોલો કરી શકે છે.
આ રીતે ડાઉનલોડ કરો
- સૌથી પહેલા UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ.
- પછી હોમ પેજ પર ઉપલબ્ધ UPSC મેઈન્સ હોલ ટિકિટ 2024 લિંક પર ક્લિક કરો.
- હવે એક નવું પેજ ખુલશે, જ્યાં ઉમેદવારોએ તેમની લોગિન વિગતો દાખલ કરવાની રહેશે.
- આ પછી સબમિટ બટન પર ક્લિક કરો અને તમારી હોલ ટિકિટ દેખાશે.
- હવે હોલ ટિકિટમાં આપેલી વિગતો કાળજીપૂર્વક તપાસો અને પછી તેને ડાઉનલોડ કરી લો.
- પરીક્ષા કેન્દ્ર પર લઈ જવા માટે તેની પ્રિન્ટ કાઢી લો.
પરીક્ષા ક્યારે યોજાશે?
આયોગ 20, 21, 22, 28 અને 29 સપ્ટેમ્બર, 2024ના રોજ બે શિફ્ટમાં સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષાનું આયોજન કરશે. પ્રથમ શિફ્ટ સવારે 9:00થી બપોરે 12:00 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 2:30 થી સાંજે 5:30 વાગ્યા સુધીની રહેશે. સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા પેપર 1થી શરૂ થશે અને પેપર 4 અને પેપર 5 સાથે સમાપ્ત થશે.
સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો મેઈન્સ પરીક્ષામાં બેસવા માટે પાત્ર છે. પ્રિલિમ્સ પરીક્ષા 16 જૂનના રોજ લેવામાં આવી હતી અને પરિણામ 1 જુલાઈ 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.






