મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

JOB: UPSC એ વિવિધ ભરતી પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યા, આ રીતે કરી શકો છો ડાઉનલોડ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આસિસ્ટન્ટ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફિસર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી

JOB: UPSC એ વિવિધ ભરતી પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યા, આ રીતે કરી શકો છો ડાઉનલોડ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આસિસ્ટન્ટ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફિસર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર સહિતની અનેક ભરતી પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યા છે. જે ઉમેદવારોએ UPSC ભરતી 2024 પરીક્ષા માટે અરજી કરી છે તેઓ લોગિન પેજ પર તેમના રજીસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. UPSC એડમિટ કાર્ડ 2024 ડાઉનલોડ લિંકને સત્તાવાર વેબસાઈટ્સ upsc.gov.in અને upsconline.nic.in પર ચેક કરી શકાય છે.

સત્તાવાર શેડ્યૂલ મુજબ, UPSCની પરીક્ષા 19 અને 20 ઓક્ટોબરના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. ઉમેદવારો તેમના એડમિટ કાર્ડ પર પરીક્ષાની તારીખ, સ્થળ અને પરીક્ષા સંબંધિત અન્ય વિગતો જોઈ શકે છે.

કેવી રીતે ડાઉનલોડ કરવું એડમિટ કાર્ડ?

  • સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://upsc.gov.in/ પર જાઓ.
  • આ પછી 'એડમિટ કાર્ડ' ટેબ પર ક્લિક કરો.
  • પછી 'વિવિધ પોસ્ટ્સ માટે ઈ-એડમિટ કાર્ડ' પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરી છે તેની સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • આ પછી સ્ક્રીન પર લોગિન વિન્ડો દેખાશે.
  • પછી તમારી વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
  • હવે એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.

આ સમાચાર શેર કરો