UPSC CSE પ્રિલિમ્સ 2024નું પરિણામ જાહેર, શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારો આપશે મેઈન્સ
UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) અને ભારતીય વન સેવા (IFS) પ્રિલિમ્સ પરીક્ષા 2024નું પરિણામ જાહેર કર્યું છે. UPSC CSE પ

UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) અને ભારતીય વન સેવા (IFS) પ્રિલિમ્સ પરીક્ષા 2024નું પરિણામ જાહેર કર્યું છે. UPSC CSE પ્રિલિમ્સ પરિણામ 2024 સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે.
શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારો સિવિલ સર્વિસિસ મેઈન્સ 2024 આપી શકશે. શેડ્યૂલ મુજબ, UPSC CSE મેઈન્સ 20 સપ્ટેમ્બરથી લેવાઈ શકે છે.
પાસ થયેલા ઉમેદવારો માટે આગળનું સ્ટેપ DAF-I
પરીક્ષાના નિયમો મુજબ, પ્રિલિમ્સમાં પાસ થયેલા તમામ ઉમેદવારોએ UPSC CSE મેઈન્સ માટે Detailed Application Form-I (DAF-I) ભરવાનું રહેશે. DAF-I ભરવા અને સબમિટ કરવા માટેની તારીખ અને જરૂરી સૂચનાઓ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. UPSC દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.
UPSC CSE પ્રિલિમ્સ પરિણામ 2024 કેવી રીતે ડાઉનલોડ કરવું
- UPSC CSE પ્રિલિમ્સ પરિણામ 2024 ચેક કરવા માટે upsc.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર "Result – CIVIL SERVICES (PRELIMINARY) EXAMINATION, 2024" લિંક પર ક્લિક કરો.
- તમને સ્ક્રીન પર રિઝલ્ટ દેખાશે.
- રિઝલ્ટ ચેક કરીને ડાઉનલોડ કરી લો
UPSC CSE 2024: કુલ ખાલી જગ્યા
UPSC સિવિલ સર્વિસીસ 2024 પરીક્ષા દ્વારા કુલ 1,056 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાંથી 40 ખાલી જગ્યાઓ બેન્ચમાર્ક ડિસેબિલિટી (PWBD) કેટેગરી ધરાવતી ઉમેદવારો માટે અનામત છે. તમામ ભરતી કેન્દ્ર સરકારની સેવાઓ અને વિભાગોમાં થશે. આ પોસ્ટ્સમાં ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય વિદેશ સેવા (IFS) અને અન્યનો સમાવેશ થાય છે.






