UPSC CSE Prelims 2024 / UPSC પ્રિલિમ્સનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રીતે કરો ડાઉનલોડ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. UPSC&nbs

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. UPSC CSE પ્રિલિમ્સની આ પરીક્ષામાં આપવા જઈ રહેલા તમામ ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. દેશભરમાં CSE પ્રિલિમ્સ 16 જૂન, 2024ના રોજ લેવામાં આવશે.
ઉમેદવારો આ લિંક https://upsconline.nic.in/eadmitcard/index.php દ્વારા પણ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે આ પરીક્ષામાં ઉમેદવારે આપેલા ખોટા જવાબો માટે નેગેટિવ માર્કિંગ હશે. CSE પ્રિલિમ્સમાં બે પેપરનો સમાવેશ થશે અને વિભાગ IIની પેટા-કલમ (A) માં નિર્ધારિત વિષયોમાં વધુમાં વધુ 400 ગુણ હશે.
UPSC CSE 2024 પરીક્ષા દ્વારા, કેન્દ્ર સરકારની સેવાઓ અને વિભાગોમાં 1056 પોસ્ટ્સ પર bhrti કરવામાં આવશે. આમાં ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS) નો સમાવેશ થાય છે. કુલ ખાલી જગ્યાઓમાંથી 40 બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટેગરી ધરાવતા ઉમેદવારો માટે અનામત છે.
આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
- UPSCની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.
- જરૂરી વિગતો દાખલ કરો.
- તમારું UPSC CSE પ્રિલિમ્સ એડમિટ કાર્ડ 2024 સ્ક્રીન પર દેખાશે.
- એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢી લો.






