મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

UGC NET EXAM 2024 / 16 જૂને નહીં આ તારીખે લેવાશે 'નેટ'ની પરીક્ષા, યુજીસીના અધ્યક્ષે જણાવ્યું કારણ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પ્રિલિમનરી એક્ઝામ અને નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) એક જ દિવસે આવતી હોવાથી વિદ્ય

UGC NET EXAM 2024 / 16 જૂને નહીં આ તારીખે લેવાશે 'નેટ'ની પરીક્ષા, યુજીસીના અધ્યક્ષે જણાવ્યું  કારણ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પ્રિલિમનરી એક્ઝામ અને નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) એક જ દિવસે આવતી હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. આ બાબતે વિદ્યાર્થીઓએ UGCને જાણ કરતા હવે નેટની પરીક્ષાની તારીખ પાછળ ધકેલાઈ છે. આ પરીક્ષા હવે 18 જૂને લેવાશે.

યુજીસી નેટની પરીક્ષા પહેલા 16 જૂન, રવિવારના રોજ લેવામાં આવનાર હતી. પરંતુ એ જ દિવસે યુપીએસસીની પ્રિલિમનરી પરીક્ષા હોવાથી યુજીસી નેટની પરીક્ષા બે દિવસ પાછળ ધકેલાઈ છે. આ બાબતે યુજીસીના અધ્યક્ષે માહિતી આપી છે. આ પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી દેશભરમાં એકસાથે થવાની છે. આથી વિદ્યાર્થીઓને તકલીફ ન થાય તે વાતને ધ્યાનમાં લઈ યુજીસીએ પરીક્ષાની તારીખો ફેરવવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે હવે માત્ર આસિસ્ટન્ટ પ્રોફેસર કે જૂનિયર રીસર્ચ ફેલોશિપ (JRF) માટે જ નહીં પીએચડીના એડમિશન માટે પણ નેટની પરીક્ષા પાસ કરવી મહત્ત્વની છે. આથી જૂન મહિનાની નેટની પરીક્ષાનું મહત્ત્વ વધી ગયું છે.

આ સમાચાર શેર કરો