મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

JEE Advancedમાં ટોપ સ્કોર મેળવવા માંગતા હોવ, તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

જો તમે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) માં અભ્યાસ કરવાનું સપનું જોતા હોવ, તો તમારે JEE Main અને JEE Advanced

JEE Advancedમાં ટોપ સ્કોર મેળવવા માંગતા હોવ, તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

જો તમે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) માં અભ્યાસ કરવાનું સપનું જોતા હોવ, તો તમારે JEE Main અને JEE Advanced પરીક્ષા પાસ કરવી પડશે. આના વિના IITમાં ભણવાનું સપનું પૂરું થઈ શકે નહીં. આ પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓને ભારે મહેનત કરવી પડે છે. જો તમે પણ IITમાંથી અભ્યાસ કરવા માંગો છો, તો તમારે JEE Main અને Advanced પરીક્ષામાં સારો સ્કોર કરવો પડશે. 

JEE Advanced 26મી મેના રોજ લેવામાં આવશે, પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેથી વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે તૈયારી કરવી જોઈએ. આ પરીક્ષામાં સફળ થવા અને ટોપ સ્કોર મેળવવા માટે અમુક બબબ્તો પર ધ્યાન આપવું આવશ્યક છે. ચાલો જાણીએ કઈ છે તે બાબતો.

પાછલા વર્ષના પેપરની પ્રેક્ટિસ કરો

JEE એડવાન્સ્ડ પરીક્ષામાં ટોપ સ્કોર મેળવવા માટે પાછલા વર્ષના પેપર્સની પ્રેક્ટિસ કરવી ખુબ જ જરૂરી છે. પાછલા વર્ષોના પેપરો સાથે નિયમિત પ્રેક્ટિસ કરવાથી તમે માત્ર પરીક્ષાની પેટર્નથી જ પરિચિત નથી થતા પરંતુ તે નિર્ધારિત સમયે પ્રશ્નોના જવાબ આપવા માટેની વ્યૂહરચના વિકસાવવામાં પણ મદદ કરે છે.

મોક ટેસ્ટમાં ભાગ લો

જો તમે JEE એડવાન્સ્ડ ક્રેક કરવા માંગતા હોવ, તો તમે રીઅલ-ટાઇમ મોક ટેસ્ટ સાથે નિયમિતપણે પ્રેક્ટિસ કરી શકો છો. આનાથી પેપર સોલ્વ કરવાની ઝડપ અને ચોકસાઈ વધે છે. 

સમયનો સદુપયોગ ઉપયોગ

JEE એડવાન્સ્ડ પરીક્ષામાં તમારા સમયનો સદુપયોગ કરો. તમને જે વિષય ફાવે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. મુશ્કેલ વિષયો પર વધુ સમય વિતાવવાથી તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે. 

વિષય મુજબના પેપર પર ધ્યાન આપો

JEE એડવાન્સ્ડ પેપરમાં પણ વિષય મુજબ વિભાગ હોય છે. તેથી, વિદ્યાર્થીઓએ વિષય મુજબના પેપર હેન્ડલ કરવા માટે તૈયારી કરવી જોઈએ. આ પ્રશ્નો વૈચારિક સમજણ અને એપ્લિકેશન સ્કિલ બંનેનું મૂલ્યાંકન કરે છે અને તે JEE એડવાન્સ્ડ પરીક્ષાનો મહત્ત્વપૂર્ણ ભાગ પણ માનવામાં આવે છે.

સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો

આ મહત્ત્વપૂર્ણ સમય છે, પરીક્ષા દરમિયાન સારું સ્વાસ્થ્ય જાળવવું પણ જરૂરી છે. તણાવના કોઈપણ સંકેત માટે સાવચેત રહેવું મહત્ત્વપૂર્ણ છે. દરરોજ રાત્રે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લો, જેથી તમે તાજગી અનુભવો. તમારી દિનચર્યામાં હળવી કસરત, યોગ અથવા વોકિંગનો સમાવેશ કરવો ફાયદાકારક બની શકે છે.

આ સમાચાર શેર કરો