મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

Interview Tips / ઇન્ટરવ્યુ આપતી વખતે સ્ટ્રેસ ન લો, આ બાબતો ધ્યાનમાં રાખશો તો તમને જ મળશે નોકરી

પ્રોફેશનલ ડિગ્રી મેળવ્યા બાદ મોટાભાગના યુવાનો નોકરીની તૈયારી કરવા લાગે છે. આ દિવસોમાં જોબ માર્કેટમાં ઘણી સ્પર્ધ

Interview Tips / ઇન્ટરવ્યુ આપતી વખતે સ્ટ્રેસ ન લો, આ બાબતો ધ્યાનમાં રાખશો તો તમને જ મળશે નોકરી

પ્રોફેશનલ ડિગ્રી મેળવ્યા બાદ મોટાભાગના યુવાનો નોકરીની તૈયારી કરવા લાગે છે. આ દિવસોમાં જોબ માર્કેટમાં ઘણી સ્પર્ધા જોવા મળે છે. કોઈપણ કંપનીમાં દરેક પોસ્ટ માટે ઘણા ઉમેદવારો અરજી કરે છે. આવી સ્થિતિમાં નોકરી મેળવવી સરળ નથી. કોઈપણ ઈન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારની અનેક સ્તરે તપાસ કરવામાં આવે છે. ઘણી વખત પહેલી નોકરી મેળવવામાં વર્ષો લાગી જાય છે. જેના કારણે ઉમેદવારનો આત્મવિશ્વાસ ઘટી જાય છે.

જો તમે પણ તમારા પ્રથમ જોબ ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છો, તો આ લેખ તમારા માટે છે. આમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેનાથી તમારા માટે જોબ ઇન્ટરવ્યુ ક્રેક કરવાનું સરળ બનશે. આ ટિપ્સ ફ્રેશર્સથી લઈને અનુભવી પ્રોફેશનલ્સ સુધી દરેક માટે ઉપયોગી થઈ શકે છે. કેટલીક વિશેષ સ્ટ્રેટેજી અપનાવીને, તમે પ્રથમ પ્રયાસમાં જ કોઈપણ ઇન્ટરવ્યુમાં સફળતા મેળવી શકો છો.

કંપની શું ઈચ્છે છે?

તમે જ્યાં પણ ઇન્ટરવ્યુ આપવા જાવ ત્યાં તે કંપનીનું બેકગ્રાઉન્ડ જાણી લો. તેના વિશે સંપૂર્ણ રિસર્ચ કરો. કંપની અને તેમના પ્રોજેક્ટ્સના બેકગ્રાઉન્ડની સાથે, તમારે એ પણ જાણવું જોઈએ કે ત્યાં તમારી પોસ્ટ શું હશે. આ સાથે તમે ઇન્ટરવ્યુઅરના તમામ પ્રશ્નોના જવાબ પૂરા આત્મવિશ્વાસ સાથે આપી શકશો.

તમારી સ્કીલ્સ શું છે?

ઇન્ટરવ્યુ દરમિયાન, ઇન્ટરવ્યુઅરને તમારી લાયકાત અને સ્કીલ્સ વિશે જણાવો. તમે જે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તેમાં તમારી સ્કીલ્સનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેના પર ધ્યાન આપો. તમે તમારી ભૂતકાળની સિદ્ધિઓ પણ જણાવી શકો છો. આ માટે તમારે તમારી પોતાની સ્કીલ્સ જાણવી જોઈએ.

તમારી બોડી લેંગ્વેજ કેવી હોવી છે?

ઇન્ટરવ્યુ આપતી વખતે બોડી લેંગ્વેજની ઘણી અસર થાય છે. તમારી બોડી લેંગ્વેજ એ તમારા વ્યક્તિત્વનો અરીસો છે. ઇન્ટરવ્યુની તૈયારી કરતી વખતે બોડી લેંગ્વેજ પર ધ્યાન આપો. તમે YouTube પર આને લગતા વીડિયો જોઈ શકો છો. ઇન્ટરવ્યુ આપતી વખતે, તમારી પીઠ સીધી કરીને બેસો, ઇન્ટરવ્યુઅર સાથે આઈ કોન્ટેક્ટ જાળવી રાખો અને આત્મવિશ્વાસ રાખો. આનાથી ઇન્ટરવ્યુ લેનાર પર સકારાત્મક અસર પડશે.

શું તમે પણ પ્રશ્નો પૂછી શકો છો?

મોટાભાગના ઇન્ટરવ્યુઅર ઉમેદવારને પ્રશ્નો પૂછવા માટે સમય આપે છે. જો આ તમારો પહેલો ઇન્ટરવ્યુ છે, તો જાણો કે રાઉન્ડ પૂરો થાય તે પહેલા મેનેજર અથવા HR તમને પ્રશ્નો પૂછવાની તક આપે છે. જ્યારે તમને આવી તક મળે, ત્યારે માત્ર સ્માર્ટ અને થોટફુલ પ્રશ્નો પૂછો. સામેની વ્યક્તિ પર નકારાત્મક અસર પડે એવું કંઈપણ પૂછશો નહીં. ઇન્ટરવ્યુ લેનારને એવું લાગવું જોઈએ કે તમે હોશિયાર છો અને નોકરી પ્રત્યે ગંભીર પણ છો.

શું ફોલોઅપ લઈ શકાય છે?

કેટલીકવાર, ઇન્ટરવ્યુ આપ્યાના કેટલાક અઠવાડિયા કે મહિનાઓ પછી પણ, કંપની તરફથી કોઈ જવાબ નથી આવતો. આવી સ્થિતિમાં, તમે ફોલોઅપ જાણવા માટે ત્યાં કોલ, મેસેજ અથવા મેઈલ કરી શકો છો. જો તમે ઈચ્છો તો, તમે ઇન્ટરવ્યુમાંથી પાછા ફર્યા પછી પણ કંપનીને થેન્કયુ નોટ મોકલી શકો છો. આ સૂચવે છે કે તમે પ્રોફેશનલ છો.

આ સમાચાર શેર કરો