પહેલીવાર આપવા જઈ રહ્યા હોવ UPSC પ્રિલિમ્સ, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
આ વર્ષની UPSC પ્રિલિમ્સને હવે થોડા જ દિવસો બાકી છે. જે ઉમેદવારો આ પરીક્ષાની તૈયારી કરી

આ વર્ષની UPSC પ્રિલિમ્સને હવે થોડા જ દિવસો બાકી છે. જે ઉમેદવારો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમના રિવિઝનનો સમય ચાલી રહ્યો છે. પરીક્ષા આવે ત્યાં સુધી દરેક દિવસ ખૂબ કિંમતી હોય છે. આ સમયનો પૂરો ઉપયોગ કરવા માટે સ્ટ્રેટેજી બનાવવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે, UPSC પ્રિલિમ્સમાં સ્પર્ધા ખૂબ જ અઘરી હોય છે. તેમાં પાસ થવા માટે યોગ્ય તૈયારી જરૂરી છે. હવે આવી સ્થિતિમાં જે ઉમેદવારો પ્રથમ વખત UPSC પ્રિલિમ્સ આપવા જઈ રહ્યા છે. તેમના માટે પરીક્ષા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો આ લેખમાં અમે તમને જણાવીશું કે પર્થમાં વખત UPSC પ્રિલિમ્સ આપી રહેલા ઉમેદવારોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
UPSC પ્રિલિમ્સ ક્યારે છે?
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 16 જૂનના રોજ UPSC પ્રિલિમ્સ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષા વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. લાખો ઉમેદવારોએ UPSC CSE 2024 માટે અરજી કરી છે. તેઓ UPSC પ્રિલિમ્સ 2024ના એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે.
UPSC પ્રિલિમ્સ આપતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો
- UPSC પ્રિલિમ્સ આપતા પહેલા રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે.
- બીજા દિવસનો અભ્યાસ શરૂ કરતા પહેલા આગલા દિવસના અભ્યાસનું રિવિઝન કરો અને પછી આગળ વધો.
- UPSCની તૈયારી માટે દરેક એક દિવસ અને દરેક મિનિટ ખૂબ કિંમતી છે. તેથી, શક્ય હોય તેટલો વધારે અભ્યાસ કરો.
- આ સમયે મોક ટેસ્ટ આપવાની અને તમે ક્યાં ભૂલો કરી રહ્યા છો તે તપાસવાની જરૂર છે.
- તમારા સિનિયર સાથે વાત કરો અને તમારી ખામીઓને સુધારો.
- આ સમયે કોઈ નવો વિષય કે નવું પુસ્તક વાંચવાનું ટાળો.
- UPSCની તૈયારી કરતી વખતે, કરંટ અફેર્સ માટે અખબારો વાંચવાનું રાખો.
- પરીક્ષાનો સ્ટ્રેસ ન લો. જેટલું તમે વાંચ્યું છે. આ સમયે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.
- તમારી તૈયારી પર વિશ્વાસ રાખો અને ટાઈમ મેનેજમેન્ટ સાથે આ પરીક્ષા માટે તમારી જાતને તૈયાર કરો.
UPSC પ્રિલિમ્સમાં બે પેપર લેવાશે
UPSC દ્વારા દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા IAS અને IPS બનવાની પરીક્ષા છે. જેની પ્રિલિમ્સ આ વર્ષે 16મી જૂને લેવાશે. UPSC પ્રિલિમ્સ પરીક્ષામાં બે પેપર લેવામાં આવશે. પ્રથમ જનરલ સ્ટડી અને બીજું સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ (CSAT) છે. પ્રથમ શિફ્ટની પરીક્ષા સવારે 9.30થી 11.30 દરમિયાન જ્યારે બીજી શિફ્ટની પરીક્ષા બપોરે 2.30થી 4.30 દરમિયાન લેવામાં આવશે.






