મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

‘મારું બાળક તો અંગ્રેજી માધ્યમમાં જ ભણશે’, આવી ઘેલછાં ધરાવતા વાલીઓને NCERTના વડાની ચેતવણી

માતા-પિતાઓનું અંગ્રેજી માધ્યમની શાળાઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. જોકે

‘મારું બાળક તો અંગ્રેજી માધ્યમમાં જ ભણશે’, આવી ઘેલછાં ધરાવતા વાલીઓને NCERTના વડાની ચેતવણી

માતા-પિતાઓનું અંગ્રેજી માધ્યમની શાળાઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. જોકે, વાસ્તવમાં આવી શાળાઓમાં મોટાભાગના શિક્ષકો તાલીમ મેળવેલા હોતા નથી. એનસીઈઆરટીના ડાયરેક્ટર ડી. પી. સકલાનીએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, આ આપઘાતથી ઓછું નથી કારણ કે હવે સરકારી શાળાઓ પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. 

અંગ્રેજી માધ્યમમાં ભણાવવું આપઘાતથી ઓછું નથી

એક ઈન્ટરવ્યૂમાં નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના વડાએ જણાવ્યું છે કે, અંગ્રેજીમાં ગોખવાની પ્રથાને કારણે બાળકોના જ્ઞાનમાં ઘટાડો થયો છે અને તેઓ પોતાના મૂળ અને સંસ્કૃતિથી દૂર થતા જઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, માતા-પિતા અંગ્રેજી માધ્યમની શાળાઓને વધુ પસંદ કરી રહ્યાં છે. તેઓ પોતાના બાળકોને એવી શાળાઓમાં મોકલવાનું પસંદ કરી રહ્યાં છે જ્યાં ભલેને શિક્ષક ન હોય અને હોય તો પણ તાલીમ મેળવેલા ન હોય. આ બાબત આપઘાતથી ઓછી નથી અને આ જ કારણ છે કે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં ભણાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

માતૃભાષામાં જ અભ્યાસ કેમ જરૂરી?

ભણવાનું માતૃભાષા પર આધારિત કેમ હોવું જોઈએ? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આપણે આપણી માતા, આપણી જડોને નહીં સમજીએ ત્યાં સુધી આપણે અન્ય વસ્તુઓ કઈ રીતે સમજીશું. બહુભાષી દ્રષ્ટિકોણનો અર્થ એ નથી કે કોઈ પણ ભાષામાં શિક્ષણ સમાપ્ત થઈ રહ્યું છે પણ અનેક ભાષાઓ શીખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. NCERT પ્રમુખે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન દ્વારા ઓડિશાની બે ભાષાઓમાં પુસ્તકો તૈયાર કરવાનો ઉલ્લેખ કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓને તેમના સ્થાનિક સ્વભાવ અને સંસ્કૃતિ પર આધારિત ચિત્રો, વાર્તાઓને ગીતોની મદદથી ભણાવી શકાય. જેનાથી તેમની બોલવાની સ્કિલ, શીખવાના પરિણામ, અને સંજ્ઞાનાત્મક વિકાસમાં સુધારો થઇ શકે.

આ સમાચાર શેર કરો