Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : SSC CGL 2026 Registration Begins for 12256 posts

VIDEO: 12, 256 જગ્યાઓ પર સરકારી નોકરીની મોટી તક! SSC CGL માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા (CGL) 2026 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ભરતી ઝુંબેશ ગ્રુપ-B અને ગ્રુપ-Cની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરશે. SSC CGL 2026 ભરતી ઝુંબેશ દ્વારા 12,256 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ઝુંબેશ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ગ્રુપ-B અને Cની જગ્યાઓ માટે હાથ ધરવામાં આવી રહી છે.

App Store

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી શરૂ: 21 મે, 2026
  • અરજી છેલ્લી તારીખ: 22 જૂન, 2026
  • ફી ચુકવણીની છેલ્લી તારીખ: 23 જૂન, 2026
  • અરજી સુધારણા વિન્ડો: 29 જૂન થી 1 જુલાઈ, 2026
  • ટિયર-1 પરીક્ષા: ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026(કામચલાઉ)
  • ટિયર-2 પરીક્ષા: ડિસેમ્બર 2026

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ, SSCની સત્તાવાર વેબસાઈટ ssc.gov.in ની મુલાકાત લો.
  • 'Apply' ટેબ પર ક્લિક કરો.
  • 'Combined Graduate Level Examination' લિંક પર ક્લિક કરો.
  • નવા યુઝર્સ 'Register Now' પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
  • રજીસ્ટ્રેશન પછી લોગિન કરો.
  • યોગ્ય માહિતી સાથે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ, ફોટો અને સાઈન અપલોડ કરો.
  • આ પછી અરજી ફી ચૂકવો.
  • ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. વધુ માહિતી માટે ઉમેદવારોને સત્તાવાર નોટિફિકેશન જોવાની સલાહ આપવામાં આવે છે.

વય મર્યાદા

આ ભરતી માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ છે. અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે, જ્યારે SC/ST કેટેગરી અને મહિલા ઉમેદવારોને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અરજી ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અને નેટ બેંકિંગ જેવા વિકલ્પો દ્વારા ઓનલાઈન ચૂકવી શકાય છે.

પરીક્ષા ક્યારે યોજાશે?

SSC CGL 2026 માટે ટિયર-1 પરીક્ષા ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની ધારણા છે, જ્યારે ટિયર-2 પરીક્ષા ડિસેમ્બરમાં યોજાઈ શકે છે. જોકે, અંતિમ પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે પછીથી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને અરજી અને પરીક્ષા સંબંધિત તમામ અપડેટ્સ માટે નિયમિતપણે SSCની સત્તાવાર વેબસાઈટ ssc.gov.in ની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.