Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Recruitment for apprentice posts in Punjab National Bank

પંજાબ નેશનલ બેંકમાં 5 હજારથી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ પર નીકળી ભરતી, આ તારીખ પહેલા કરી લો અરજી

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
પંજાબ નેશનલ બેંકમાં 5 હજારથી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ પર નીકળી ભરતી, આ તારીખ પહેલા કરી લો અરજી
સોર્સ : GSTV

સરકારી બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે પંજાબ નેશનલ બેંક (PNB) એક સુવર્ણ તક લઈને આવી છે. બેંકે વર્ષ 2026 માટે એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રકિયા શરૂ કરી છે. દેશભરની શાખાઓમાં કુલ 5,138 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી યોજના ઉમેદવારોને બેંકિંગ કામગીરી શીખવાની તક પૂરી પાડે છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી, 2026 છે.

App Store

જગ્યાઓની વિગતો

PNBએ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5,138 એપ્રેન્ટિસની જગ્યાઓની જાહેરાત કરી છે. પસંદ કરાયેલા ઉમેદવારોને એક વર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે, જે તેમને વિવિધ બેંક કાર્યો અને પ્રક્રિયાઓનું વ્યવહારુ જ્ઞાન આપશે. આ યોજના યુવા ઉમેદવારોને બેંકિંગ ક્ષેત્રમાં અનુભવ મેળવવાની તક પૂરી પાડે છે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. વય મર્યાદાની વાત કરીએ તો તે 20થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. SC, ST, OBC કેટેગરીના અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર વયમાં છૂટ મળશે.

પસંદગી પ્રક્રિયા અને સ્ટાઈપેંડ

પસંદગી માટે ઉમેદવારોએ ઓનલાઈન લેખિત પરીક્ષા આપવાની રહેશે, જેમાં જનરલ નોલેજ, ઈંગ્લિશ, ક્વોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ અને રિઝનીંગનો સમાવેશ થાય છે. આ પછી સ્થાનિક ભાષાની પરીક્ષા લેવામાં આવી શકે છે. તાલીમ દરમિયાન તેમને ગ્રામીણ/અર્ધ-શહેરી/શહેરી શાખાઓ માટે દર મહિને 12,300 રૂપિયા અને મહાનગર શાખાઓ માટે દર મહિને 15,000 રૂપિયાનું સ્ટાઈપેંડ મળશે.

અરજી પ્રક્રિયા

ઉમેદવારો PNBની સત્તાવાર વેબસાઈટ pnbindia.in ની મુલાકાત લઈને 'ભરતી' અથવા 'કારકિર્દી' વિભાગમાં અરજી કરી શકે છે. આ માટે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો, અરજી ફી ચૂકવો અને સબમિટ કરો. જનરલ/OBC/EWSના પુરૂષ ઉમેદવારો માટે ફી 944 રૂપિયા, મહિલા ઉમેદવારો માટે 708  રૂપિયાઅને SC/ST/PwBDના ઉમેદવારો માટે 236 રૂપિયા છે.