મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

JOB: રેલ્વેએ ટેકનિશિયનની જગ્યાઓ માટે ફરીથી શરૂ કરી અરજી પ્રક્રિયા, આ ઉમેદવારો ભરી શકે છે ફોર્મ

રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ વિવિધ વિભાગોમાં ટેકનિશિયનની પોસ્ટ પર ભરતી માટે અરજી વિન્ડો ફરીથી ખોલી છે. જે ઉમેદવ

JOB: રેલ્વેએ ટેકનિશિયનની જગ્યાઓ માટે ફરીથી શરૂ કરી અરજી પ્રક્રિયા, આ ઉમેદવારો ભરી શકે છે ફોર્મ

રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ વિવિધ વિભાગોમાં ટેકનિશિયનની પોસ્ટ પર ભરતી માટે અરજી વિન્ડો ફરીથી ખોલી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગેગે છે તેઓ 16મી ઓક્ટોબર પહેલા તેમનું અરજી ફોર્મ ભરી શકે છે. કરેક્શન વિન્ડો 17 થી 21 ઓક્ટોબર સુધી 5 દિવસ માટે ખુલ્લી રહેશે. અરજી કરવા માટે rrbapply.gov.in ની મુલાકાત લઈ શકાય છે.

ખાલી જગ્યાઓની વિગત

ગ્રેડ 1 અને ગ્રેડ 3 પોસ્ટ્સ માટે કુલ 14,298 ટેકનિશિયનની ભરતી કરવામાં આવશે. અગાઉ, બોર્ડે 22 શ્રેણીઓ માટે 9,144 ખાલી જગ્યાઓ જાહેર કરી હતી. હવે, 40 શ્રેણીઓમાં 5,154 વધુ ખાલી જગ્યાઓ ઉમેરવામાં આવી છે. તેથી, ટેકનિશિયનોની ખાલી જગ્યાની સંખ્યા હવે વધીને 14,298 થઈ ગઈ છે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારે 10મા ધોરણ સાથે ITI અથવા સંબંધિત ક્ષેત્રમાં B.Sc કર્યું હોવું જોઈએ અથવાઉમેદવાર પાસે માન્ય બોર્ડમાંથી ત્રણ વર્ષની પોલિટેકનિક ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય 1 જુલાઈ, 2024ના રોજ ઉમેદવારની ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વયમાં 3 વર્ષની છૂટછાટ હશે.

અરજી ફી

જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 500 રૂપિયા ચૂકવવાના રહેશે, જ્યારે SC, ST, મહિલા અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 250 રૂપિયા ચૂકવવા પડશે. ઉમેદવારોએ દરેક કરેક્શન માટે 250 રૂપિયા ચૂકવવા પડશે.

પગાર

  • ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ - 7મી CPCમાં પે લેવલ-5 હેઠળ પ્રારંભિક પગાર તરીકે 29,200 રૂપિયા.
  • ટેકનિશિયન ગ્રેડ 3 - 7મા CPCમાં પે લેવલ-2 હેઠળ પ્રારંભિક પગાર તરીકે 19,900 રૂપિયા.

આ રીતે અરજી કરો

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ rrbapply.gov.in પર જાઓ
  • પછી 'Railway RRB Technician Recruitment 2024 Online Application' લિંક પર જાઓ.
  • આ પછી નવું પેજ ખુલશે, તેમાં રજીસ્ટ્રેશન કરો
  • આ પછી અરજી ફોર્મ ભરો
  • પછી ડોક્યુમેન્ટ અપલોડ કરો, એપ્લિકેશન ફી ચૂકવો અને સબમિટ કરો
  • ભાવિ સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

આ સમાચાર શેર કરો