VIDEO: પંજાબ એન્ડ સિંધ બેંકમાં નીકળી બમ્પર ભરતી, જાણો શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો
બેંકમાં વારંવાર ભરતીઓ નીકળે છે, જેના માટે સમયાંતરે અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યારબાદ ઉમેદવારોની પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ દ્વારા ભરતી કરવામાં આવે છે. હાલમાં પંજાબ એન્ડ સિંધ બેંકે સ્થાનિક બેંક અધિકારી (LBO) ના પદ માટે ભરતીની જાહેરાત કરી છે, જેના માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પંજાબ એન્ડ સિંધ બેંકની સત્તાવાર વેબસાઈટ punjabandsind.bank.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી ઝુંબેશ હેઠળ કુલ 1,000 જગ્યાઓ ભરવામાં આવશે. અરજીઓ કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ, 2026 છે.
શૈક્ષણિક લાયકાત
આ પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ સ્માંટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ અથવા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ સમકક્ષ લાયકાતની ડિગ્રી હોવી જોઈએ.
વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 20થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોનો જન્મ 2 માર્ચ, 1996 પહેલા કે 1 માર્ચ, 2006 પછી ન થયો હોવો જોઈએ. જોકે, સરકારી નિયમો અનુસાર રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, સ્ક્રીનીંગ, વ્યક્તિગત ઇન્ટરવ્યુ, અંતિમ મેરિટ લિસ્ટ, સ્થાનિક ભાષા પ્રાવીણ્ય અને અંતિમ પસંદગીનો સમાવેશ થશે. લેખિત પરીક્ષામાં 120 પ્રશ્નો હશે, જેમાં દરેક માટે એક માર્ક હશે. પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો છે, જેમાં અંગ્રેજી, બેંકિંગ નોલેજ, જનરલ અવેરનેસ/અર્થશાસ્ત્ર અને કમ્પ્યુટર યોગ્યતાને આવરી લેતા પ્રશ્નો હશે. દરેક વિભાગ માટે લઘુત્તમ લાયકાત ગુણ/ટકાવારી જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારો માટે 40% અને રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો માટે 35% રહેશે.
અરજી ફી
SC/ST/PWD કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે, જ્યારે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો ફી 850 રૂપિયા છે. અરજી ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ચૂકવવાની રહેશે.

