પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ, આ તારીખે લેવાશે પરીક્ષા
બેંકમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સારી તક છે. પંજાબ નેશનલ બેંકે એપ્રેન્ટિસની 2700 ખાલી જગ્યાઓ માટે ભરતી

બેંકમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સારી તક છે. પંજાબ નેશનલ બેંકે એપ્રેન્ટિસની 2700 ખાલી જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. અરજીની પ્રક્રિયા 30 જૂન 2024થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ pnbindia.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2024 છે.
શૈક્ષણિક લાયકાત
અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. ઉપરાંત, અનામત વર્ગ ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે. OBCને 3 વર્ષની છૂટ અને SC-STને 5 વર્ષની છૂટ મળશે.
અરજીન ફી
- જનરલ - રૂ. 944
- OBC - રૂ. 944
- મહિલા - રૂ. 708
- SC - રૂ. 708
- ST - રૂ. 708
- દિવ્યાંગ - રૂ 472
પસંદગી પ્રક્રિયા
આ માટે, પરીક્ષા CBT (Computer Based Test) મોડમાં લેવામાં આવશે. પરીક્ષા 28 જુલાઈ 2024ના રોજ લેવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઈટ pnbindia.in પર જાઓ.
- હોમ પેજ પર હાજર 'PNB Apprentice Recruitment 2024' પર ક્લિક કરો.
- ત્યાં જરૂરી તમામ માહિતી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
- અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિયત અરજી ફી ઓનલાઈન ચૂકવો.
- અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ફોર્મ ડાઉનલોડ કરી લો.








