મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

NTA દ્વારા NEET UG રીટેસ્ટનું પરિણામ જાહેર કરાયું, આ રીતે ચેક કરો રિઝલ્ટ

NEET 2024ની રીટેસ્ટના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ તેમના સ્કોર સત્તાવાર વેબસાઈટ exams.nta.ac.in/NEE

NTA દ્વારા NEET UG રીટેસ્ટનું પરિણામ જાહેર કરાયું, આ રીતે ચેક કરો રિઝલ્ટ

NEET 2024ની રીટેસ્ટના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ તેમના સ્કોર સત્તાવાર વેબસાઈટ exams.nta.ac.in/NEET/ ની મુલાકાત લઈને જાણી શકે છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ટેસ્ટિસ એજન્સી (NTA) એ નીટ (NEET) રી એક્ઝામનું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષા પેપર લીક થયા બાદ આયોજિત કરવામાં આવી હતી. 

ટોપર્સની સંખ્યા ઘટી 

NTA એ 23 જૂને 1563 વિદ્યાર્થીઓ માટે ફરીવાર પરીક્ષા યોજી હતી પરંતુ તેમાં ફક્ત 813 વિદ્યાર્થીઓએ જ હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર NTA દ્વારા ટોપર્સની સંખ્યા 67થી ઘટાડીને 61 કરી દેવામાં આવી છે. રિવાઈઝ મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં exams.nta.ac.in પર જોવા મળી શકે છે. 

કઈ રીતે ચેક કરશો પરિણામ? 

આ પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો NEET UG 2024 પરીક્ષા પોર્ટલ exams.nta.ac.in/NEET પર તેમના એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થની વિગતો દ્વારા લોગ ઈન કરી તેમના રિઝલ્ટ ચેક કરી શકશે. 

આ રીતે NEET UGનું પરિણામ તપાસો

  • NEET UG 2024ની સત્તાવાર વેબસાઈટ exam.nta.ac.in/NEET ની મુલાકાત લો.
  • હોમપેજ પર ઉપલબ્ધ 'NEET UG રીટેસ્ટ રિઝલ્ટ 2024' ટેબ પર ક્લિક કરો.
  • એપ્લિકેશન નંબર, DOB અને સુરક્ષા પિન જેવી લોગિન વિગતો દાખલ કરો.
  • એક નવી વિન્ડો ખુલશે જેમાં ઉમેદવારનું સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  • સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો અને તેને સેવ કરી લો.
  • ભવિષ્યના સંદર્ભ માટે NEET UG 2024 સ્કોરકાર્ડની પ્રિન્ટ કાઢી લો.

આ સમાચાર શેર કરો