Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Last date to apply for NEET UG 2026 is near register before deadline

નજીક છે NEET UG 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ, રસ ધરાવતા ઉમેદવારો જલ્દી કરી લો રજીસ્ટ્રેશન

Timeછેલ્લું અપડેટ : 03 Mar 2026
લાઇવ ટીવીGoogle News
નજીક છે NEET UG 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ, રસ ધરાવતા ઉમેદવારો જલ્દી કરી લો રજીસ્ટ્રેશન
સોર્સ : GSTV

જો તમે પણ NEET UG 2026 માટે અરજી કરવામાં રસ ધરાવો છો, તો આ સમાચાર તમારા માટે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી ટૂંક સમયમાં NEET UG 2026 માટે ચાલુ અરજી પ્રક્રિયા બંધ કરશે. તેથી રસ ધરાવતા ઉમેદવારોએ જેમણે હજુ સુધી કોઈપણ કારણોસર અરજી નથી કરી તેઓએ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને શક્ય તેટલી વહેલી તકે અરજી કરી લેવી જોઈએ.

App Store

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • આ પછી પહેલા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • હવે જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ભર્રી લો.
  • આ પછી અરજી ફી ભરીને ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.
  • છેલ્લે ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

અરજી કરવાની છેલ્લી તારીખ

NEET UG 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 માર્ચ, 2026 છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલા અરજી કરી લેવી જોઈએ. ફોર્મમાં ફેરફાર કરવા માટેની કરેક્શન વિન્ડો 10 માર્ચે ખુલશે અને 12 માર્ચ સુધી ખુલી રહેશે.

વય મર્યાદા

સત્તાવાર વેબસાઈટ પરની માહિતી અનુસાર, NEET UG 2026 પરીક્ષા માટે અરજી કરવા માટેની લઘુત્તમ ઉંમર 17 વર્ષ છે. ઉમેદવારો વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

પરીક્ષાની તારીખ

સત્તાવાર વેબસાઈટ પરની માહિતી અનુસાર NEET UG 2026 પરીક્ષા 3 મે, 2026ના રોજ યોજાશે. NEET UG 2026 પરીક્ષા એક જ શિફ્ટમાં બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી લેવામાં આવશે. ઉમેદવારો પાસે પરીક્ષા માટે 3 કલાક (180 મિનિટ) નો સમય હશે.