JOB / ગુજરાતનાં સરકારી વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારો માટે યોજાશે વિશેષ ભરતી ડ્રાઈવ

ગુજરાતનાં સરકારી વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ડ્રાઈવ શરૂ થશે. જેમાં રાજ્યના અલગ અલગ વિભાગોમાં કુલ 21,114 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચો: JOB / IBPS POની પ્રિલિમ્સનું પરિણામ જાહેર કરાયું, હવે આ તારીખે લેવાશે મેઈન્સ
માહિતી અનુસાર, રાજ્યના ચીફ સેક્રેટરીએ હાઇકોર્ટમાં સોનગંદનામું આપ્યું છે. જેમાં 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કુલ 27 જેટલા વિભાગોમાં ભરતી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે. બેક લૉગ વેકેનસી ભરવાનું ટાઈમ ટેબલ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું છે. તદ્દઉપરાંત ઓગસ્ટ 2025 સુધીમાં ભરતી માટેની લેખિત પરીક્ષાઓ પણ પૂર્ણ થાય તેવી તૈયારી દર્શાવવામાં આવી છે. જે માટે એડવોકેટ જનરલે કોર્ટ પાસે બે દિવસનો સમય માંગ્યો છે.
આ ભરતી પ્રક્રિયા જલ્દી જ પૂર્ણ થાય તે માટે હાઇકોર્ટે ટકોર કરી છે અને ચીફ સેક્રેટરીના સોગંદનામાને ધ્યાનમાં લઈને આ અરજીનો નિકાલ કર્યો.

