Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : IBPS PO prelims result declared know date of mains

JOB / IBPS POની પ્રિલિમ્સનું પરિણામ જાહેર કરાયું, હવે આ તારીખે લેવાશે મેઈન્સ

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2024
લાઇવ ટીવીGoogle News
JOB / IBPS POની પ્રિલિમ્સનું પરિણામ જાહેર કરાયું, હવે આ તારીખે લેવાશે મેઈન્સ

ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ IBPS POની પ્રિલિમ્સનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સંસ્થાની સત્તાવાર વેબસાઈટ ibps.in પર જઈને રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પરિણામ ચેક કરી શકે છે. POની પ્રિલિમ્સ 19 અને 20 ઓક્ટોબર 2024ના રોજ લેવામાં આવી હતી. પ્રિલિમ્સમાં સફળ થયેલા તમામ ઉમેદવારો હવે મેઈન્સમાં હાજર રહેશે. ચાલો જાણીએ કે IBPS POની મેઈન્સ ક્યારે લેવામાં આવશે. આ સાથે અમે તમને પ્રિલિમ્સનું પરિણામ ચેક કરવા માટેના સ્ટેપ્સ પણ જણાવીશું.

App Store

આ પણ વાંચો: CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખ કરી જાહેર, જાણો ક્યારથી થશે શરૂ

પ્રિલિમ્સમાં 100 માર્ક્સના MCQ પૂછવામાં આવ્યા હતા અને પરીક્ષાનો સમય એક કલાકનો હતો. પેપર ત્રણ વિભાગમાં હતું, જેમાં અંગ્રેજી ભાષામાંથી 30 પ્રશ્નો, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડમાંથી 35 અને રિઝનીંગ એબિલીટીના 35 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ ભરતી પ્રક્રિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઈનીની કુલ 4,455 જગ્યાઓ ભરવાની છે.

આ રીતે ચેક કરો પરિણામ

  • IBPSની સત્તાવાર વેબસાઈટ ibps.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ IBPS PO પ્રિલિમ્સ પરિણામ લિંક પર ક્લિક કરો.
  • હવે તેમાં માંગેલી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.
  • તમારી સ્ક્રીન પર તમારું સ્કોરકાર્ડ દેખાશે.
  • તેને ચેક કરી અને પ્રિન્ટ કાઢી લો.

મેઈન્સ ક્યારે લેવાશે?

POની મેઈન્સ 30 નવેમ્બર 2024ના રોજ લેવામાં આવશે. IBPS ટૂંક સમયમાં મેઈન્સ માટે એડમિટ કાર્ડ બહાર પાડશે, જે ઉમેદવારો તેમના રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરી શકશે. આમાં, સફળ ઉમેદવારો ઇન્ટરવ્યુમાં ભાગ લેશે.

ઇન્ટરવ્યુ 100 માર્ક્સનો હશે, જેમાં સફળ થવા માટે, જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40 ટકા માર્ક્સ મેળવવાના રહેશે અને SC/ST/OBC/PWBD ઉમેદવારોએ 35 ટકા માર્ક્સ મેળવવાના રહેશે. આ ભરતી પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો IBPSની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.