CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખ કરી જાહેર, જાણો ક્યારથી થશે શરૂ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)ના 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સીબીએસઈએ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. જે અંતર્ગત 15 ફેબ્રુઆરી 2025થી પરીક્ષાઓ શરૂ થશે.
આ વખતે સીબીએસઈએ વહેલી પરીક્ષાની તારીખ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જ ડેટશીટ જોઈ શકો છે.
આ પણ વાંચો: JOB / ITBPમાં સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બનવાની તક, 10 પાસ ઉમેદવારો પણ કરી શકે છે અરજી
પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે
તમને જણાવી દઈએ કે CBSE ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ધોરણ 10ની પરીક્ષા 18મી માર્ચે પૂરી થઈ રહી છે જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલે પૂરી થઈ રહી છે.
ગત વર્ષે 13મી ડિસેમ્બરે ટાઈમ ટેબલ જાહેર કર્યો હતો
નોંધનીય છે કે, ગયા વર્ષે CBSE બોર્ડે 13મી ડિસેમ્બર 2023ના રોજ 10મી અને 12મીનું ટાઈમ ટેબલ જાહેર કર્યું હતું, પરંતુ આ વખતે વહેલા ડેટશીટ જાહેર કરવામાં આવી છે.

