મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

JEE Advanced 2024 માટેની અરજી પ્રક્રિયા શરૂ, આ તારીખ પહેલા ભરી લેજો ફોર્મ

JEE એડવાન્સ્ડ માટે અરજી પ્રક્રિયા શરૂ થવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. JEE એડવાન્સ્ડ 2024 મા

JEE Advanced 2024 માટેની અરજી પ્રક્રિયા શરૂ, આ તારીખ પહેલા ભરી લેજો ફોર્મ

JEE એડવાન્સ્ડ માટે અરજી પ્રક્રિયા શરૂ થવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. JEE એડવાન્સ્ડ 2024 માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અધિકૃત વેબસાઈટ પર અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જઈને અરજી કરી શકે છે. JEE એડવાન્સ્ડ 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 મે છે.

JEE એડવાન્સ 2024 માટે કેવી રીતે અરજી કરવી

  • સૌપ્રથમ JEE Advanced jeeadv.ac.inની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • આ પછી હોમ પેજ પર ઉપલબ્ધ JEE Advanced 2024 લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો.
  • એકવાર રજીસ્ટ્રેશન થઈ જાય પછી તમારા એકાઉન્ટમાં લોગિન કરો.
  • આ પછી અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો.
  • હવે સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો.
  • ફોર્મની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

પરીક્ષા ક્યારે લેવાશે?

સત્તાવાર શેડ્યૂલ મુજબ, JEE એડવાન્સ્ડ પરીક્ષા રવિવાર, 26 મેના રોજ લેવામાં આવશે.

કયા દસ્તાવેજો જરૂરી છે?

  • 10મા ધોરણની માર્કસીટ અથવા બર્થ સર્ટીફીકેટ
  • 12મા ધોરણની માર્કસીટ
  • કેટેગરી સર્ટીફીકેટ (જો લાગુ પડતું હોય તો)
  • POI (Persons of Indian Origin) અથવા OCI (Overseas Citizen of India) સર્ટીફીકેટ (જો લાગુ પડતું હોય તો)

અરજી ફી કેટલી છે?

અરજી કરનાર ઉમેદવારોએ ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ઓફલાઇન મોડ દ્વારા ફી ચૂકવી શકે છે. મહિલા ઉમેદવારો, SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 1600 રૂપિયા છે અને અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી 3200 રૂપિયા છે. સંબંધિત વિષય પર વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર શેર કરો