10 પાસ માટે ITBPમાં 143 પોસ્ટ પર ભરતી બહાર પડી, આ તારીખથી ભરી શકશો ફોર્મ
10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) એ વાળંદ, સફાઈ કામદાર અને માળ

10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) એ વાળંદ, સફાઈ કામદાર અને માળીની 143 જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. અરજી પ્રક્રિયા 28મી જુલાઈ 2024થી શરૂ થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2024 છે.
આવશ્યક લાયકાત
કોન્સ્ટેબલ બાર્બરની જગ્યાઓ માટે, ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, પુરુષોની ઊંચાઈ 170 સેમી અને સ્ત્રીઓની ઊંચાઈ 157 સેમી હોવી જોઈએ. પુરૂષોએ 1.6 કિમીની રેસ 7.30 મિનિટમાં અને મહિલાઓએ 800 મીટરની રેસ 4.45 મિનિટમાં પૂરી કરવાની રહેશે. કોન્સ્ટેબલ સફાઈ કર્મચારીની જગ્યાઓ માટે ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ. વધુ માહિતી માટે નોટિફિકેશન ચેક કરો.
વય મર્યાદા
આ પદો માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. વાળંદ અને સફાઈ કર્મચારીની જગ્યાઓ માટે મહત્તમ વય મર્યાદા 25 વર્ષ છે. માળીની જગ્યાઓ માટે મહત્તમ વય મર્યાદા 23 વર્ષ છે.
પોસ્ટની વિગતો
- વાળંદ - 05 જગ્યાઓ
- સફાઈ કર્મચારી - 101 જગ્યાઓ
- માળી - 37 જગ્યાઓ
અરજી ફી
- જનરલ - રૂ. 100
- OBC - રૂ. 100
- EWS - રૂ 100
- SC - ફ્રી
- ST - ફ્રી
- મહિલા - ફ્રી
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જાઓ.
- હોમ પેજ પર હાજર 'ITBP ભરતી 2024' લિંક પર ક્લિક કરો.
- ત્યાં બધી જરૂરી માહિતી ભરો.
- ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
- અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિયત અરજી ફી ઓનલાઈન ચૂકવો.
- અરજી કર્યા પછી, તમારું ફોર્મ ડાઉનલોડ કરો.






