મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

ઈન્ડિયન નેવીમાં ફાયરમેન સહિત 741 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ, 10 ધોરણ પાસ પણ કરી શકે છે અરજી

ઈન્ડિયન નેવીમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. ઈન્ડિ

ઈન્ડિયન નેવીમાં ફાયરમેન સહિત 741 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ, 10 ધોરણ પાસ પણ કરી શકે છે અરજી

ઈન્ડિયન નેવીમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. ઈન્ડિયન નેવીમાં સિવિલિયન ચાર્જમેન, ફાયરમેન, ટ્રેડ્સમેન સહિત 741 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ incet.cbt-exam.in પર જઈને અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 20 જુલાઈ 2024ના રોજ શરૂ કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ 2024 છે. 

શૈક્ષણિક લાયકાત

મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની જગ્યાઓ માટે ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ. સંબંધિત ક્ષેત્રમાં કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ITI પાસ કરેલ હોવું જોઈએ. અન્ય તમામ પોસ્ટની શૈક્ષણિક લાયકાત જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન ચેક કરો.

વય મર્યાદા

આ પદો માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. જ્યારે અનામત ઉમેદવારોને વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન ચેક કરો.

અરજી ફી

  • જનરલ - રૂ. 295
  • OBC - રૂ. 295
  • EWS - રૂ 295
  • SC -  ફ્રી
  • ST - ફ્રી

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ incet.cbt-exam.in પર જાઓ.
  • હોમ પેજ પર હાજર 'નેવી INCET ભરતી 2024' લિંક પર ક્લિક કરો.
  • ત્યાં જરૂરી તમામ માહિતી ભરો.
  • ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
  • નિયત અરજી ફી ઓનલાઈન ચૂકવો.
  • છેલ્લે તમારું ફોર્મ ડાઉનલોડ કરી લો.

આ સમાચાર શેર કરો