JOB / IPPB એ 300થી વધુ જગ્યાઓ પર બહાર પાડી ભરતી, ગ્રેજ્યુએટ ઉમેદવારો આ તારીખ પહેલા ભરી લો ફોર્મ

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ એક્ઝિક્યુટિવ પદો પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો IPPBની સત્તાવાર વેબસાઇટ, ippbonline.com પર જઈને 29 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.
એક્ઝિક્યુટિવના કુલ 348 એક્ઝિક્યુટિવ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો આ પદો માટે 29 ઓક્ટોબરે અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ ભરતી પોસ્ટલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
એક્ઝિક્યુટિવના પદો માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. ઓપન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમર ગણતરી 1 ઓગસ્ટ, 2025થી કરવામાં આવશે.
કેવી રીતે કરવી અરજી?
- સૌ પ્રથમ IPPBની સત્તાવાર વેબસાઇટ, ippbonline.com ની મુલાકાત લો.
- હોમ પેજ પર વર્તમાન ઓપનિંગ્સ વિભાગ પર જાઓ.
- અહીં એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજીની લિંક પર ક્લિક કરો.
- હવે જરૂરી વિગતો દાખલ કરીને અરજી ફોર્મ ભરો.
- આ પછી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- છેલ્લે અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
પસંદગી કેવી રીતે થશે?
ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાતના આધારે તૈયાર કરવામાં આવેલા મેરિટ પરથી થશે. જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ જો જરૂરી હશે તો, CBT (કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ) લેવામાં આવી શકે છે. પસંદ કરાયેલા ઉમેદવારોને વિવિધ રાજ્યોમાં નિયુક્ત કરવામાં આવશે. વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી શકો છો.

