Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : If you are interested in Data Science, then this information is important for you.

Career / જો તમને Data Scienceમાં Interest હોય, તો તમારા માટે આ માહિતી છે મહત્ત્વની

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Career / જો તમને Data Scienceમાં Interest હોય, તો તમારા માટે આ માહિતી છે મહત્ત્વની
સોર્સ : Google

આજના આ આધુનિક યુગમાં સૌ કોઈ એકબીજા સાથે કોઈકને કોઈક રીતે જોડાયેલા હોય છે, જેનું મુખ્ય કારણ છે મોબાઈલ ફોન, જેમાં લોકોના નંબર, ઈમેઈલ આઈડી, ફોટોગ્રાફ્સ વગેરે જેવો ડેટા રહેતો હોય છે. અને આ દરેક ક્લિક, કોલ અને વ્યવહાર ડેટાનો મોટો જથ્થો ઉત્પન્ન કરે છે. આ Data નું અર્થઘટન કરવાની ક્ષમતા એ પણ એક મહત્ત્વપૂર્ણ કારકિર્દી બની રહી છે. ડેટાને સમજવું અને તેનો ઉપયોગ કરવો એ સારી તકોને એવી રીતે આકાર આપી રહ્યું છે જે પહેલાં ક્યારેય ન જોઈ હોય.

App Store

Dataની સમજણ એ આવશ્યક છે

શિક્ષણક્ષેત્ર હોય કે કોઈ અન્ય જગ્યાઓ હોય દરેક જગ્યાએ આ વાત સ્વીકારી રહ્યા છે કે, Dataની સમજણ એ આવશ્યક છે. વૈશ્વિક સ્તરે કરાયેલા સર્વે એ વાતની પુષ્ટિ કરે છે કે, કંપનીઓ તરફથી એવા કર્મચારીઓની માંગ વધી રહી છે જેઓ ડેટાનું વિશ્લેષણ, વિઝ્યુલાઇઝેશન અને સ્પષ્ટતા કરી શકે. ભલે તમે ટેકનોલોજી, આરોગ્યને લગતા, વ્યવસાયિક, અથવા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરો, તો પણ ડેટાની સંભાળ કરતા વ્યાવસાયિકોની ખૂબ જ માંગ છે.

Data Scienceની આટલી માંગ કેમ છે?

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન: 
દરેક ઉદ્યોગમાં સંસ્થાઓ ડિજિટાઇઝેશનને અપનાવી રહી છે. અને જેને કારણે તેઓ વિશાળ પ્રમાણમાં Data ઉત્પન્ન કરી રહી છે. જે Dataનો સાચવવો એ પણ એમના માટે એક અગત્યનું અને પડકારરુપ કામ બની જાય છે.

AIનું વધતું વલણ: 

લોજિસ્ટિક્સથી લઈને મનોરંજન સુધીની દરેક બાબતમાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. કંપનીઓ અમુક જગ્યાએ Employeeને હટાવી AIને સ્થાન આપી રહી છે. તેવામાં AIની પાસે કામ કરાવવા માટે પણ યોગ્ય અને પુરતા Dataની જરુર પડતી હોય છે.

નિર્ણય ક્ષમતામાં સુધારો: 
Data ફ્લુઅન્સી વધુ સ્માર્ટ, ઝડપી અને પારદર્શક નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે.

વૈશ્વિક વલણો: 
Gallop Math Matter Study 2025 નામના તાજેતરના સંશોધનમાં દર્શાવાયું છે કે, વિશ્વભરના મોટાભાગના મેનેજરો હવે Data સ્કીલ પર પણ ધ્યાન આપે છે. Data Scienceમાં કુશળતા તેમની ટીમો માટે મહત્વપૂર્ણ બને છે અને તેમના કામમાં પણ સુધારો કરે છે.

કંપનીઓ Hire કરતી વખતે શું ઇચ્છે છે?

માત્ર ડિગ્રીથી આવડત અથવા તો એક્સેલશીટ્સ પર આધાર રાખવાનો સમય પૂર્ણ થવા આવ્યો છે. હવે આજની કંપનીઓને Employee Hire કરતી વખતે તેમનામાં Dataની સમજણ જેવી સ્કીલની જરુર છે. જાણો તેમાં કઈ કઈ વસ્તુઓનો થાય છે સમાવેશ.
Dataની સરળ સમજણ અને વિશ્લેષણ ક્ષમતાઓ
Financial Mathematicsની સમજ
Numerology અને Statistical thinking
Python અથવા R જેવી ભાષાઓમાં પ્રોગ્રામિંગ
આ કુશળતાઓ ફક્ત ટેક ઉદ્યોગ સુધી મર્યાદિત નથી. માર્કેટિંગ, એચઆર, ફાઇનાન્સ અને ઓપરેશન્સ વિભાગોને એવા ટીમ સભ્યોની જરૂર છે જે આંકડાઓને ડિકોડ કરી શકે અને પરિણામ લાવી શકે.

વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે આનો અર્થ શું છે?


તમારું હાલનું કાર્યક્ષોત્ર અથવા શૈક્ષણિક Background ગમે તે હોય, Data સાક્ષરતા એ તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે. ડેટા સાયન્સ, એનાલિટિક્સ અને મશીન લર્નિંગમાં શૈક્ષણિક કાર્યક્રમો અને પ્રમાણપત્રો પહેલા કરતાં વધુ સહેલા બની ગયા છે.

તો આવી જ રીતે, હાલ Data Science એ સૌથી ઉપયોગી અને સૌથી જરુરી વ્યવસાય બની રહ્યો છે. જેથી જો તમે આ દિશામાં જવાનું વિચારી રહ્યા હોય તો તે ભવિષ્યમાં લાભદાયક નિર્ણય સાબિત થઈ શકે છે.