Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : FII data: Weak quarterly results, FII selling spoils market mood: Investors lose Rs 7.77 lakh crore due to fourth consecutive week of decline

FII data: નબળાં ત્રિમાસિક પરિણામો, એફઆઈઆઇની વેચવાલીએ બજારનો મૂડ બગાડ્યોઃ સતત ચોથા સપ્તાહે ઘટાડાથી રોકાણકારોના 7.77 લાખ કરોડ ડૂબ્યા

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
FII data: નબળાં ત્રિમાસિક પરિણામો, એફઆઈઆઇની વેચવાલીએ બજારનો મૂડ બગાડ્યોઃ સતત ચોથા સપ્તાહે ઘટાડાથી રોકાણકારોના 7.77 લાખ કરોડ ડૂબ્યા
સોર્સ : GSTV

FII data: ભારતીય શેરબજારમાં મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી-50 અને સેન્સેક્સ શુક્રવારે મહિનાના નીચલા સ્તરે બંધ રહ્યા હતાં. વર્ષ 2025માં આ તેમનો સૌથી લાંબો વીકલી લોસ છે. આ સપ્તાહે બજારમાં ભારે વેચવાલી જોવા મળી. નબળા ત્રિમાસિક પરિણામો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી અને વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતાએ રોકાણકારોનું સેન્ટિમેન્ટ્સ ખરાબ કર્યું.

App Store

આ અઠવાડિયે (21 જુલાઈ-25 જુલાઈ) નિફ્ટી-50 ઇન્ડેક્સ અને બીએસઈ સેન્સેક્સ અનુક્રમે 0.5 ટકા અને ૦.4 ટકા ઘટ્યા હતા. જ્યારે શુક્રવારે, તે 0.99 ટકાના ઘટાડા સાથે અનુક્રમે 24,837 પોઈન્ટ અને 81,463.09 પોઈન્ટ પર બંધ થયા હતા. આ સાથે, બજારમાં સતત ચોથા સપ્તાહે સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો હતો

આ અઠવાડિયે (21 જુલાઈ-25 જુલાઈ) 16 મુખ્ય ક્ષેત્રોમાંથી અગિયારમાં ઘટાડો નોંધાયો હતો. આમાં, માહિતી ટેકનોલોજી, તેલ અને ગૅસ અને ગ્રાહક માલ ક્ષેત્રોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નબળા ત્રિમાસિક પરિણામોને કારણે આ અઠવાડિયે આઇટી ઇન્ડેક્સ 4.1 ટકા ઘટ્યો હતો.

આઇટી કંપનીઓના પ્રથમ ત્રિમાસિક ગાળાના નિરાશાજનક પરિણામોની ચિંતા વચ્ચે આ અઠવાડિયે ઇન્ફોસિસ 4.4 ટકા ઘટ્યો.

આ અઠવાડિયે, વ્યાપક સ્મોલ-કેપ અને મિડ-કેપ સૂચકાંકો અનુક્રમે 3.5 ટકા અને 1.9 ટકા ઘટ્યા. નેસલે ઇન્ડિયા ઇને કોલગેટ પામોલિવ ઇન્ડિયાના નિરાશાજનક પરિણાનો દબાણમાં એફએમસીજી ઇન્ડેક્સમાં 3.4 ટકાનો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો. રિટેલ અને ઓઇલ-ટુ-કેમિકલ બિઝનેસમાં મંદીની ચિંતાને કારણે આ અઠવાડિયે તેલ અને ગેસ ક્ષેત્રે 3.5%નો ઘટાડો થયો હતો, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 5.7%નો ઘટાડો થયો હતો.

રોકાણકારોએ રૂપિયા 7.77 લાખ કરોડ ગુમાવ્યા

આ અઠવાડિયે રોકાણકારોએ બજારમાં રૂપિયા 7.77 લાખ કરોડથી વધુનું નુકસાન કર્યું છે. આ અઠવાડિયે (21 જુલાઈ-25 જુલાઈ) બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા4,51,68,480 કરોડ થયું.ગયા સપ્તાહે શુક્રવારે (18 જુલાઈ) આ આંકડો ૪૫,૯૪૫,૮૬૪ કરોડ રૂપિયા હતો. આમ, બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં સાપ્તાહિક ધોરણે ૭૭૭,૩૮૪ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

આ સપ્તાહે બજારના મુખ્ય ટ્રિગર પોઈન્ટ્સ

એફઆઇઆઇની વેચવાલી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો બજારમાં હજુ સુધી નેટ વેચવાલ જ રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે, સુસ્ત આવકની તુલનામાં, જુલાઇમાં સતત ચાર મહીનાની ચોખ્ખી લેવાલી થી વેચવાલીની તરફના બદલાવ માટે મોટે ભાગે વેલ્યુએશન જવાબદાર છે.  ભારતીય બજારો હાલમાં તેમના સમકક્ષ બજારો કરતાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે, જેના કારણે ટૂંકા ગાળામાં તેઓ ઓછા આકર્ષક દેખાઇ રહ્યા છે. એ પણ નોંધપાત્ર છે કે સ્મોલકેપ સેગમેન્ટમાં વેચવાલી વધુ રહી છે, જ્યાં મૂલ્યાંકન ફરી એકવાર ઊંચું થયું છે. દલાલ સ્ટ્રીટના ખેલાડીઓેને આશા છે કે, આ વલણ નજીકના ભવિષ્યમાં જારી રહેશે.

ઇન્ડિયા યુએસ ડિલ પર અનિશ્ચિતતા

ભારતે બ્રિટન સાથે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કરી લીધા છે. જોકે, બજારનું ધ્યાન સંપૂર્ણપણે ભારત અને અમેરિકા વચ્ચેના સંભવિત વેપાર સોદા પર કેન્દ્રિત છે. હાલમાં, અટકળો ચાલુ છે. પરંતુ 1 ઓગસ્ટની ટેરિફ સમયમર્યાદા પહેલાં હજુ સુધી કોઈ નક્કર પ્રગતિ થઈ નથી. આ મુદ્દા બજારના સેન્ટિમેન્ટ્સને અસર કરી રહ્યા છે. ઇન્ડિયા યુએસ કરારમાં બજાર એક એવા કરારની રાહ જોઈ રહ્યું છે જે 26 ટકાના ટેરિફ વધારાને ટાળવામાં મદદ કરી શકે. કોઈપણ વિલંબ અથવા સ્પષ્ટતાનો અભાવ નજીકના ભવિષ્યમાં બજારમાં અસ્થિરતા પેદા કરી શકે છે.

આઇટી અને એફએમસીજીના શેરમાં ઘટાડો

મુખ્ય કંપનીઓની નિરાશાજનક ત્રિમાસિક કામગીરી બાદ આઇટી સેક્ટરે પહેલાથી જ બજારનું સેન્ટિમેન્ટ નબળું પાડી દીધેલું છે, એવામાં એફએમસીજી સેક્ટરે ઓર દબાણ વધાર્યું છે. ઉદ્યોગની દિગ્ગજ કંપની નેસ્લે ઇન્ડિયાએ વાર્ષિક ધોરણે તેના નફામાં 13 ટકાનો ઘટાડો થતાં રોકાણકારોને નિરાશ કર્યા છે. ગયા વર્ષે તે રૂપિયા 746.6 કરોડથી ઘટીને રૂપિયા 646.6 કરોડ થયો હતો. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.6 ટકા ઘટીને 54,645ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યો હતો. નેસ્લે ઇન્ડિયાના શેર 1.87 ટકા ઘટીને રૂપિયા 2,277 પર બંધ થયા હતા.